તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:MSUના સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ ઓનલાઇન કરવા USથી 10 વિદ્યાર્થીની અરજી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • વિદ્યાલય દ્વારા યુનિવર્સિટી પાસે ઓનલાઇન અભ્યાસક્રમ ચલાવવા મંજૂરી મગાઈ

મ.સ.યુનિ.ના સંસ્કૃત મહાિદ્યાલયના ટેમ્પલ મેનેજમેન્ટના અભ્યાસક્રમ માટે અમેરિકાથી 10 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. જેના પગલે સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા યુનિ. પાસે ઓનલાઇન અભ્યાસક્રમ ચલાવવા મંજૂરી મગાઈ છે.મ.સ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા ચલાવાતા ટેમ્પલ મેનેજમેન્ટના અભ્યાસક્રમની વિદેશમાં ઘણી ડિમાન્ડ છે તેવા સમયે હવે એનઆરઆઇ દ્વારા ટેમ્પલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ કરી શકાય તે માટે સંસ્કૃત મહાવિદ્યાલયમાં અરજી કરાઈ છે. અમેરિકાનાં વિવિધ રાજ્યોમાંથી 10 એનઆરઆઇ દ્વારા ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ ઓનલાઇન કરવા અરજી કરાઈ છે.

સંસ્કૃત મહાવિદ્યાલયના હેડ રામપાલ શુકલાએ જણાવ્યું હતું કે, ટેમ્પલ મેનેજમેન્ટનો અભ્યસક્રમ 4-5 વર્ષથી ચલાવાઈ રહ્યો છે. ટેમ્પલ મેનેજમેન્ટ કરી ચૂકેલા 4 થી 5 વિદ્યાર્થીઓને વિદેશમાં હિન્દુ મંદિરોમાં નોકરીની તક મળી છે. આ ઉપરાંત ઘણાં વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ મંદિરોમાં મેનેજર તરીકે નોકરીની તક મળી છે. અમેરિકાથી 10 વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ માટે અરજી કરી છે. જેથી યુનિવર્સિટી પાસેથી ટેમ્પલ મેનેજમેન્ટનો ઓનલાઇન કોર્સ શરૂ કરવા મંજૂરી મગાઈ છે. જો મંજૂરી મળી જશે તો તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરીને અભ્યાસ શરૂ કરી દેવાશે.

આ 10 કોર્સ પણ ઓનલાઇન કરાશે

 • સર્ટિફિકેટ કોર્સ ઇન સ્પિરિચ્યૂઅલ લીડરશિપ એન્ડ ઇન્ડિયન ફિલોસોફી
 • સર્ટિફિકેટ કોર્સ ઈન મેડિકલ એસ્ટ્રોલોજી
 • પ્રેક્ટિકલ પ્રિન્સિપલ ઓફ વાસ્તુશાસ્ત્ર
 • પ્રેક્ટિકલ યુટિલિટી ઓફ એસ્ટ્રોલોજી
 • ર્ટિફિકેટ કોર્સ ઇન સંસ્કૃત લેંગ્વેજ
 • સર્ટિફિકેટ કોર્સ ઇન સ્પિરિચ્યૂઅલ એન્ડ યોગા
 • સર્ટિફિકેટ કોર્સ ઇન પ્રેક્ટિકલ યૂઝ ઓફ ભગવદ ગીતા
 • સર્ટિફિકેટ કોર્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ધર્મશાસ્ત્ર ઇન લાઈફ
 • સર્ટિફિકેટ કોર્સ ઈન ગ્લોરિયસ સાયન્ટિફિક ટ્રેડિશન ઓફ ભારત
 • સર્ટિફિકેટ કોર્સ ઈન સ્ટડી ઓફ નીતિશાસ્ત્ર
અન્ય સમાચારો પણ છે...