તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:વડોદરાની SSG હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં અમેરિકન પેટર્નની ડ્રગ્સ મોડેલે કોરોનાના ત્રણ દર્દીઓને સારા કર્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇસોલેશન વોર્ડ, એસએસજી હોસ્પિટલ, વડોદરા - ફાઇલ તસવીર - Divya Bhaskar
આઇસોલેશન વોર્ડ, એસએસજી હોસ્પિટલ, વડોદરા - ફાઇલ તસવીર
  • કોરોનાના 3 પોઝિટિવ દર્દીઓની સારવાર કરનાર એસએસજીના તબીબ ડો. કૌશલ પટેલે ભાસ્કરને જણાવ્યું કે દર્દીઓને કેવી રીતે સાજા કરાયા..

વડોદરાઃ ‘કોરોના નવા પ્રકારનો રોગ છે, તેના ઇલાજ માટે હજી સુધી કોઇ નક્કી ગાઇડલાઇન ન હતી કે નથી કોઇ સરવે હતા. પણ જે કાંઇ ઉપલબ્ધ માહિતી હતી તેના આધારે ટ્રીટમેન્ટ કરી રહ્યાં હતા. અમારી પાસે કોરોનાના જે દર્દી આવ્યા તેમાંથી 3થી 4 સિરિયસ હતા. બાકીના સુધારા પર હતા. આ દર્દીઓની જે દવાઓ આપી તે વાઇરસની દવાઓ હતી. હાઇડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવીલ અને મેડિટોનાવીલ જેવી દવાઓ હતી જે યુએસએ અને યુરોપમાં અપાતી દવાઓના મોડેલને જ ફોલો કરી હતી. આ ડ્રગ્સ પેટર્ન મુજબ દવાઓ અપાતા સારા પરિણામો મળ્યાં હતા.

દર્દીઓ ઝડપથી સારા થઈ રહ્યાં છે
દર્દીઓના ઇલાજ માટે બીજી એક અગત્યની બાબતનું અમે ધ્યાન રાખ્યું હતું. દરેકના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય જળવાય છે કે નહીં તેના પર ચાંપતી દેખરેખ રાખતા હતા. આર્ટિરિયલ બ્લડ ગેસ ટેસ્ટ કરીને આ પ્રમાણ જાણવામાં આવે છે. આ ટેસ્ટ શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તે પણ દર્શાવી શકે છે. ફેફસામાં કફ કેટલો છે તે માટે એક્સ-રે પડાવતા હતા. જે દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યાં છે તેમને ડાયાબિટિસ, કિડની કે અન્ય કોઇ બીમારી ન હતી. તેથી તેઓ ઝડપથી સારા થઇ ગયા છે. આવી હાલતમાં તેમના સગાવહાલાઓને ચિંતા વધુ હોય તે સ્વાભાવિક છે. તેઓ પોતાના સ્વજનને મળવાની વાત કરતા હતા. અમે તેમને પ્રોપર કીટમાં એક સલામત અંતરે રાખીને ઝલક બતાવતા હતા. જોકે તેઓ વાતચીત કરી શકતા ન હતા.

રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે હાશકારો અનુભવ્યો
‘અમે તબીબો તેમના બ્લડ સેમ્પલ લેવાતા હોય ત્યારે કે તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે જ તેમની સાથે કેટલોક સમય વાતચીત કરી શકતા હતા. આ સ્થિતિમાં અમે પોઝિટિવ કાઉન્સેલિંગ કરતા હતા. દરેક દર્દીને તેના નામથી બોલાવતા. જ્યારે તમે દર્દીને નામથી બોલાવો છો ત્યારે તેનો વિશ્વાસ તબીબ પ્રત્યે પણ વધે છે, જે તેની સારવાર માટે પણ લાભદાયક હોય છે. મને યાદ છે કે જ્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેવું તેમણે જાણ્યું ત્યારે બધા જ ગભરાયેલા હતા. ભયનો માહોલ બધે જ હતો. કુટુંબના સભ્યોને પણ ચિંતા થતી હતી. જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમનામાં પોતાના કરતા પોતાના ઘરના સભ્યોની પણ ચિંતા વધારે હતી. તેઓ પૂછતાં કે આ ચેપ અમારા ફેમિલીવાળાઓને તો નહીં લાગે ને? સારવાર દરમિયાન જ્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે અમે તેમને કહ્યું ‘વાઇરસનો લોડ ઓછો થયો છે..’ ત્યારે તેમણે હાશકારો અનુભવ્યો હતો અને કહ્યું ‘થેન્ક્યૂ ડોક્ટર…’ તબીબ તરીકે આ સાંભળવું પણ એક ગર્વ અને સંતોષની બાબત હોય છે. ’ 

તબીબોની સિદ્ધિ શ્રેષ્ઠતમ છે 
એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દવેશ્વરે તબીબોની આ સિદ્ધિ વિશે જણાવ્યું કે, ‘ આ સિદ્ધિ ખરેખર શ્રેષ્ઠતમ છે. ક્યાંય કોરોનાના એક સાથે ત્રણ-ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેવું બન્યું નથી. 

શું છે અમેરિકન ડ્રગ્સ મોડેલ?
અમેરિકન અને યુરોપિયન ડ્રગ્સ મોડેલમાં  હાઇડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવીલ અને મેડિટોનાવીલ જેવી દવાઓ આપવામાં આવે છે. પણ આ કોઇ નિયત થેરાપી નથી પણ પ્રોટોકોલ મેડિસિન છે. (કુણાલ પેઠે સાથે કરેલી વાતચીતના આધારે)

અન્ય સમાચારો પણ છે...