તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉર્સનો મેળો નહીં યોજાય:વડોદરા જિલ્લાનાં કરજણના કલ્લા શરીફમાં કોમી એકતાના પ્રતિક સમા ઉર્સના મેળાને મોકૂફ રખાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કલ્લા શરીફ ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા(રહે.) અને હજરત પીર ફૈઝુરર્સુલ(રહે.)નાં કોમી એકતાનાં પ્રતિક સમાન 77માં ઉર્સ મુબારકનો મેળો આગામી 4 એપ્રિલ 2021ના રોજ યોજાનાર હતો, જે હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને તકેદારીનાં પગલારૂપે મોકૂફ રાખવામાં આવ્યો છે.

કલ્લા શરીફ ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા (રહે.) અને હજરત પીર ફૈઝુરર્સુલ(રહે.)નો 77મો ઉર્સ મુબારક આગામી 4 એપ્રિલને રવિવારનાં રોજ યોજાનાર હતો, પરંતુ, હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને લોકોનાં આરોગ્યને ધ્યાનમાં લઈને ઉર્સ મુબારક મોકૂફ રાખવામાં આવેલ છે.

આ અંગે પીરેતરીકત સૈયદ વાહીદઅલી બાવાસાહેબએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાનાં કારણે ઉર્સ મુબારક મોકુફ રાખવામાં આવ્યો છે, ત્યારે અકિદતમંદો અને ચાહકોએ પોતાનાં ધરમાં રહી ફાતેહા કરી ખીરાજે અકિદત પેસ કરવા તેમજ ધરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અને કોવિડ-19નાં નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો