સૂચન:બજેટ માટે ભૂલોનું પુર્નરાવર્તન ના થાય તે રીતે વિગત આપવા તાકીદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2022-23ના ડ્રાફ્ટ બજેટ માટે વિગતો આપવા સૂચન અપાયાં
  • નવેમ્બરના​​​​​​​ અંત સુધીમાં ખાતાઓને વિગતો મોકલવા કહેવાયુ

પાલિકામાં આગામી વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટની તૈયારી માટે વિવિધ ખાતાઓમાંથી માહિતી મંગાવાઇ છે. નવેમ્બર અંત સુધીમાં વિગતો મોકલવા તમામ વિભાગના વડાઓને જાણ કરાઇ છે. ડ્રાફ્ટ બજેટ માટે શિડ્યુલની માહિતી જે તે વિભાગ દ્વારા મોકલવામાં આવે તેમાં અગાઉ થયેલી ભૂલોનું પુનરાવર્તન થાય નહીં તેનું ધ્યાન રાખવા તાકીદ કરાઇ છે. સૂચનો અનુસાર કાયમી જગ્યાઓનો ઉલ્લેખ કર્યા બાદ હંગામી જગ્યાઓનો પણ સમાવેશ કરવાનો રહેશે. જગ્યાની મુદ્દત તથા મંજૂરીનો ઉલ્લેખ પણ અલગથી દર્શાવવા પરિપત્રમાં જણાવ્યું છે.

શિડયુલમાં મંજૂર જગ્યાઓની મંજૂરી મળી ન હોય તેવી જગ્યાઓને 2022-23ના શિડ્યુલમાં સમાવેશ નહીં કરવા તાકીદ કરાઈ છે. બજેટ તૈયાર કરતા 20 સૂચનાઓ ખાસ ધ્યાને લેવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જે કર્મચારીને હોદ્દા મુજબ અથવા કામગીરીને અનુરૂપ કોઈપણ એલાઉન્સ મંજૂર થયું હોય અને તેટલા જ કર્મચારીની સંખ્યા સાથે વધારાના ભથ્થાની રકમ પણ અલગથી જણાવવાની રહેશે. પગાર પંચ મુજબ ગ્રેડ પેની વિગતો દર્શાવવાની રહેશે. 7માં પગાર પંચની ગ્રેડની વિગતો દર્શાવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...