સમીક્ષા:ગોરવામાં કૃત્રિમ પાસેના કુદરતી દશામા તળાવને બેરિકેડ કરવાની તાકીદ, વિસર્જનની વ્યવસ્થા કરવા મ્યુ.કમિ.ની સૂચના

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ-માઇકની વ્યવસ્થા કરવા સૂચન

ગણેશ વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું આયોજન પાલિકાએ કર્યું છે, જેમાં 4 ઝોનમાં 4 કૃત્રિમ તળાવ અને ઇલોરાપાર્ક યુવક મંડળ દ્વારા કૃત્રિમ મિનિ તળાવ બનાવાયાં છે. જેમાં વિસર્જનની પૂર્વ તૈયારીના ભાગરૂપે સોમવારે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. તેમણે વિસર્જન સમયે લાઇટ અને એનાઉન્સમેન્ટ માટે માઇકની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.ગોરવા દશામા કુદરતી તળાવ પાસે કૃત્રિમ તળાવ હોવાથી વિસર્જનમાં કન્ફ્યુઝન ન થાય તે માટે બેરિકેડ કરવા ટકોર કરી હતી.

મિશનર શાલિની અગ્રવાલે સોમવારે દશામા તળાવ, હરણી તળાવ, ગુરુકુળ ચાર રસ્તા પાસેનું તળાવ અને નવલખી તળાવનું નિરીક્ષણ કર્યું હતું. દશામા કુદરતી તળાવ પાસે જ કૃત્રિમ તળાવ છે, જેથી કૃત્રિમ તળાવમાં જ વિસર્જન થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઇ હતી. ઇલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળે તૈયાર કરેલા કૃત્રિમ તળાવની કાર્યપાલક ઇજનેર મુલાકાત લીધી હતી. બીજી બાજુ પો. કમિશનરે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં વિસર્જન વેળા અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે અંગે સૂચના અપાશે.

ગાઇડલાઇન પાળનાર 5 મંડળોને પોલીસ કમિશનર સન્માનિત કરશે
જે ગણેશ મંડળના આયોજકો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન, પૂજા-આરતી અને વિસર્જનમાં કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરશે તેવા ઉત્તમ 5 આયોજકોને પોલીસ કમિશનર દ્વારા સન્માનિત કરી પુરસ્કાર અપાશે. ઉપરાંત જે ગણેશ મંડળ પ્રતિમાનું સ્થળ પર વિસર્જન કરશે તે તમામ આયોજકોને પોલીસ કમિશનર સન્માન પત્ર અાપશે.

અન્ય સમાચારો પણ છે...