અશાંતધારા હેઠળ આવતા ચાંપાનેર-પૌવાવાળાની ગલીમાં આવેલી દુકાન મુસ્લિમને વર્ષ 2018 વેચાણથી અપાયા અંગેની જાણ થતાં સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો છે. ઉપરાંત દસ્તાવેજ રદ કરવાની માગ સાથે તમામ 120 જેટલા રહીશોએ નિયત દસ્તાવેજની રકમથી ત્રણ ગણી રકમ મૂળ માલિકને સ્થાનિક રહીશોએ મિલકત મુસ્લિમને નહિ આપવા પણ તૈયારી દાખવી છે.ચાંપાનેર દરવાજા સ્થિત પૌંવાવાળાની ગલીમાં અગાઉ રહેતા દિનેશ હીરાલાલ મોદીએ પોતાની દુકાન મુસ્લિમને 20 લાખમાં વેચાણ આપી હતી. આ અંગેનો કોરોનાકાળમાં દસ્તાવેજ થયો હોવાનું કહેવાય છે.
જેની જાણ થતાં સ્થાનિક 120 જેટલા રહીશોએ વિરોધ કરી કાનૂની લડત પણ આપી હતી અને ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો હતો. આ અંગે મામલતદાર કચેરીએથી અધિકારીઓ દ્વારા પંચ કેસ કરાયા હતા. જોકે પંચક્યાસ બાબતે પૌંવાવાળા ગલીના પ્રમુખે નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો. કારણ કે જે જવાબ લેવાની કાર્યવાહી કરવાની હોય છે તેમાં પણ કેટલીક લાગવગશાહી અને મામલો દબાવી દેવાના ઇરાદે કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
ઘટના સ્થળેથી પાંચેક કિમી દૂર ફતેગંજ ખાતે અને ઊંડા ફળિયા અને સરસિયા તળાવ વિસ્તારના સ્થાનિકોના જવાબ અધિકારીઓ દ્વારા લેવાયા હતા કે, જેમને આ મિલકત સંબંધે કોઈ નાતો નથી. જ્યારે આ મિલક્ત ઉતારી લેવા બાબતેની નોટિસ લાગતાં સ્થાનિક રહીશો ઉશ્કેરાયા હતા. પ્રમુખ સહિત સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મુસ્લિમને અપાયેલી 20 લાખની આ મિલક્ત અંગે તમામ સ્થાનિક રહીશો ત્રણ ગણી કિંમત 60 લાખ આપી પણ મિલક્ત બચાવવા તૈયાર થયા છે.
આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અહીંયાં મુસ્લિમ વિસ્તાર થાય તેથી અમને કોઈ વિરોધ નથી, પરંતુ અમારી શાંતિના ભોગે વિકસિત થવાની સંભાવના નકારી શકાતી નથી. જેથી આ અંગે જો કોઈ આગળની કાર્યવાહી થતી રોકીને દસ્તાવેજ રદ નહીં કરાય તો અમે 120 મકાનના રહીશો ક્લેક્ટર ક્ચેરીએ જઈને પોતાના મકાનની ચાવીઓ સોંપી દેવા તૈયાર છીએ અને બદલામાં અન્યત્ર જગ્યાએ વસવાટ માટે ક્લેક્ટર કચેરીએ માગ કરાશે. અગાઉ અશાંતધારા હેઠળ લેવાયેલા નિવેદનોમાં સ્થાનિકોનાં નિવેદનો લેવાયા નથી કે પછી આ મિલકતની આગળ-પાછળ કે આજુબાજુના પણ મિલકત ધારકોના નિવેદન નહીં લેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ઉપરાંત સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મિલક્તના મૂળ ધારક દિનેશ મોદીએ જૂઠું બોલી રહ્યા છે. સ્થાનિક રહીશો તેમણે વેચાણ આપેલી 20 લાખની સામે ત્રણ ગણી રકમ 60 લાખ આપીને મુસ્લિમને અપાયેલી આ દુકાનનો દસ્તાવેજ રદ કરી અશાંતધારાથી મિલકતને બચાવવા માગીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.