તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાનના સમાચાર મળતા કોલેજના સહપાઠી અબ્બાસભાઇ મુલ્લા ચોંધાર આસુએ રડી પડ્યા હતા. અશ્રુ ભીની આખે જણાવ્યું કે, આજે મે મારો બાળપણનો અંગત મિત્ર અને મારો માર્ગદર્શક ગુમાવ્યો છે. બાબુના બદલે અલ્લાહે મને લઈ જવો હતો.
અહેમદ પટેલમાં બાળપણથી સમાજ સેવાના ગુણો હતા
પિરામણ ગામમાં રહેતા 73 વર્ષના અબ્બાસભાઇ મુલ્લાએ જણાવ્યું કે, હું અને સાહેબ(બાબુ) ધોરણ-1થી 5 સુધી સાથે અંકલેશ્વર ખાતે આવેલી મિશન હાઉસ વી.ટી. કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે અભ્યાસમાં શરૂઆતથી જ હોશિયાર હતો. આ સાથે તે મને તેમજ અન્ય સાથી મિત્રોને અભ્યાસ તેમજ અન્ય રીતે મદદરૂપ થતો હતો. તેમનામાં બાળપણથી સમાજ સેવાના ગુણો હતા. અને તેથી જ રાજકીય ક્ષેત્રે કારકિર્દી બનાવી અંતિમ ઘડી સુધી સમાજની સેવા કરતા રહ્યા હતા.
દેશમાં અહેમદ જેવો માણસ પાકવો મુશ્કેલ છે
વધુમાં તેમણે જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં તો ઠીક દેશમાં અહેમદ જેવો માણસ પાકવો મુશ્કેલ છે. કોરોનાની મહામારી દરમિયાન એક મિત્ર તરીકે મારી ખબર અંતર પૂછતો હતો. સાથે ગામના અન્ય લોકોની પણ ખબર પૂછતો હતો. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે મારી સીધી વાત બાબુ સાથે થઇ નહોતી, પરંતુ, જે વ્યક્તિ ફોન રિસિવ કરતા હતા તેમના દ્વારા ખબર પૂછતો હતો. રમઝાન ઇદમાં બાબુનો ફોન આવતો અથવા હું તેને ફોન કરી ઇદની શુભેચ્છા આપતો હતો. મારા મિત્ર બાબુ સાથે હું જ્યારે ઇચ્છા થાય ત્યારે ફોન કરીને વાત કરતો હતો. તે પણ મને ફોન કરી મારી ખબર અંતર પૂછતો હતો.
છેલ્લે ડિસેમ્બર-2019માં રૂબરૂ મળ્યા, ત્યારે તેઓએ ગામમાં બ્લડ બેંક બનાવવાની ઇચ્છા જણાવી હતી
આખો લૂછતાં અબ્બાસભાઇએ જણાવ્યું કે, ડિસેમ્બર 2019માં બાબુ પીરામણ ગામમાં લગ્નમાં આવ્યો હતો, ત્યારે રૂબરુ મળ્યો હતો. તે સમયે તેને મને કહ્યું હતું કે, આપણા ગામમાં મોટી બ્લડ બેંક બનાવવાની ઇચ્છા છે. મારો મિત્ર અલ્લાહને પ્યારો થઇ ગયો તેનું મને ભારે દુઃખ છે. અલ્લાહ તેના આત્માને શાંતિ આપે તેવી દિલથી દુઆ કરું છું.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.