શ્રમજીવીઓના જીવ જોખમમાં:100 મજૂરને ઠાંસી ઠાંસીને UPથી સુરત જતી ખાનગી બસ ગોધરા પાસે પલ્ટી, 42 ઇજાગ્રસ્ત, 7ની હાલત ગંભીર

વડોદરાએક વર્ષ પહેલા
ઓવરલોડેડ ખાનગી બસ પલ્ટી ખાઇ જતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા - Divya Bhaskar
ઓવરલોડેડ ખાનગી બસ પલ્ટી ખાઇ જતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા
  • ખાનગી બસો બેરોકટોક 100થી વધુ મજૂરોને ભરીને નીકળે છે, ત્યારે રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે શંકાની સોય
  • કોરોના મહામારી દરમિયાન એક બસમાં 30ની જગ્યાએ 100 જેટલા મજૂરને બેસાડવામાં આવતા સંક્રમણ ફેલવવાની પૂરેપૂરી શક્યતા
  • બેફામ બનેલા ખાનગી બસના સંચાલકો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે?

એક અઠવાડિયામાં બીજી વાર 100 જેટલા મજૂરને ભરી જતી બસ પલ્ટી ખાઇ જવાની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશથી 100 જેટલા મજૂરને ઠાસીને સુરત તરફ લઇને જતી ખાનગી બસના ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોધરાના પરવડી બાયપાસ પાસે પલ્ટી ગઇ હતી. જેમાં 35 જેટલા મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 7ની હાલત ગંભીર છે. 55 મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં 30 મુસાફરને બેસાડવાનો નિયમ છે, તેમ છતાં બસમાં 100 જેટલા મજૂરને બેસાડીને કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા.

અકસ્માતમાં 7 મજૂરોની હાલત ગંભીર હોવાથી વડોદરા ખસેડાયા
કોરોના મહામારીના કારણે વતન ઉત્તરપ્રદેશ ગયેલા મજૂરોને ફરી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે, ત્યારે શનિવારે મોડી રાત્રે ઉત્તરપ્રદેશથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 100 જેટલા મજૂરોને ઠાસી ઠાંસી ભરીને સુરત તરફ લઇ જવામાં આવી રહ્યા હતા. આ બસ જ્યારે ગોધરાના પરવડી બાયપાસ પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ રોડની સાઇડની પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી 42 જેટલા ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 7 મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

35 ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને 7 ગંભીરને વડોદરા ખસેડાયા
35 ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને 7 ગંભીરને વડોદરા ખસેડાયા

100 મુસાફર ભરેલી ખાનગી બસોને પોલીસ કેમ રોકતી નથી?
હજી એક અઠવાડિયા પહેલા જ દાહોદથી 100થી વધુ મજૂરોને ઠાસી ઠાસીને સૌરાષ્ટ તરફ લઇને જતી ખાનગી બસ પલટી ગઇ હતી. જેમાં મોટાભાગના મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા અને હવે ફરી એકવાર મજૂરોને લઇને જતી બસ પલટી ખાઇ ગઇ છે, ત્યારે ફરી ફરીને સવાલ એ જ થાય છે કે, શું પોલીસ કાયદાનો ભંગ કરનાર ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો સામે કોઇ કાર્યવાહી કેમ કરતી નથી? રાત્રીના સમયે પટ્રોલિંગમાં પોલીસ શું કરે છે? જેને પગલે પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઇ રહી છે.

ઇજાગ્રસ્ત મજૂરો
ઇજાગ્રસ્ત મજૂરો

55 મુસાફરોની કેપેસિટીવાળી બસમાં 100 મુસાફરોને બેસાડવામાં આવ્યા
ફરી એકવાર ખાનગી ટ્રાવેલ્સની બસમાં 55 મુસાફરની કેપેસિટીવાળી બસમાં 100થી વધુ મુસાફરને બેસાડવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારીમાં તો બસમાં 55ને બદલે 30 જેટલા મુસાફરોને બેસાડવાની જ ગાઇડલાઇન છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં મજૂરોને બસમાં બેસાડીને તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા.

બસ રોડ બાજુમાં જ પલ્ટી ગઇ હતી
બસ રોડ બાજુમાં જ પલ્ટી ગઇ હતી
અન્ય સમાચારો પણ છે...