દરખાસ્ત:વુડામાં 75 લાખ સુધીની ખરીદી અધિકારીઓની સમિતિ જ કરશે

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વુડામાં ખરીદી માટે હવે સત્તા નિયંત્રણ લદાયું
 • રૂા.75 લાખ કરતાં વધુની જ ખરીદી વુડા બોર્ડમાં મુકાશે

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં ખરીદી માટે સત્તા નિયંત્રણ લદાયું છે અને વર્તમાન પદ્ધતિમાં ફેરબદલ કરી 75 લાખ સુધીની ખરીદી માટેની સત્તા સમિતિને અને તેનાથી વધુ ખરીદી કરવાની સત્તા બોર્ડને આપવાની ભલામણ કરાઈ છે. સરકારે નિયત કરેલા પોર્ટલ પર વસ્તુઓની ખરીદીના અમલીકરણ માટેની જોગવાઈ મુજબ ખરીદ સમિતિ બનાવવાની થાય છે, જેમાં 5 લાખ સુધી જિલ્લા કક્ષાની સમિતિ અને 5 લાખથી 75 લાખ સુધી ખાતાના વડા કક્ષા સુધીની સમિતિ બનાવવાની થાય છે.

જે મુજબ વુડામાં જિલ્લા કક્ષાની સમિતિ માટે મુખ્ય કારોબારી અધિકારીની અને ખાતાના વડાની સમિતિ માટે વુડાના ચેરમેનના અધ્યક્ષપદવાળી સમિતિ બનાવવાની થાય છે.જિલ્લા કક્ષાની સમિતિમાં 25 હજારથી 5 લાખ સુધી ખરીદીની સત્તા મુખ્ય કારોબારી અધિકારીની સમિતિને તથા વહીવટી વિભાગ માટે 5 લાખથી 75 લાખ સુધીની ખર્ચ મર્યાદામાં ખરીદી અંગે નિર્ણય લેવાની સત્તા આપવા, 75 લાખથી ઉપરની ખરીદી માટે બોર્ડ દ્વારા નિર્ણય માટે રજૂ કરવાની પ્રથા અપનાવવાની ભલામણ કરતી દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ છે.

જિલ્લા કક્ષાની સમિતિ

 • મુખ્ય કારોબારી અધિકારી અધ્યક્ષ
 • નાયબ કલેક્ટર, વુડા સભ્ય
 • પ્રવર નગર નિયોજક, વુડા સભ્ય
 • હિસાબી અધિકારી સભ્ય
 • મામલતદાર, વુડા સભ્ય
 • કાર્યપાલક ઈજનેર, વુડા સભ્ય

ખાતાના વડા કક્ષાની સમિતિમાં કોણ કોણ?

 • વુડા ચેરમેન અધ્યક્ષ
 • સીઈઓ, વુડા સભ્ય
 • હિસાબી અધિકારી સભ્ય
 • પ્રવર નગર નિયોજક સભ્ય
 • નાયબ કલેક્ટર, વુડા સભ્ય
 • કાર્યપાલક ઈજનેર, વુડા સભ્ય
અન્ય સમાચારો પણ છે...