તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:UPના શખ્સે ફેક એકાઉન્ટથી 10 યુવતીઓને ફસાવી હતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીઓના ન્યૂડ ફોટા પાડી રૂપિયા પડાવતો હતો
  • ભોગ બનેલી યુવતીઓની શોધખોળ શરૂ કરાઈ

મીસ નોર્થ ઈન્ડિયાના બનેલી મહિલાના નામથી સોશીયલ મીડીયા પર ફેક એકાઉન્ટ બનાવીને દિલ્હીની યુવતીને ફિલ્મમાં કામ અપાવવાના બહાને તેની સાથે દુષ્કર્મ કરનારા યુપીના રજનીશ ઉર્ફે રાજ મીશ્રાએ અન્ય 8 ફેક એકાઉન્ટથી 10 જેટલી યુવતીઓને પોતાનો શિકાર બનાવીને રૂપીયા ખંખેર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ દિલ્હી પોલીસની સાથે રહીને ઉત્તરપ્રદેશના આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રજનીશ મીશ્રાની એમ.ઓ પ્રમાણે તે સોશીયલ મીડીયા પર સારી દેખાતી યુવતીઓને મોડલીંગ કરવાની ઓફર આપતો હતો. ત્યાર બાદ તે કર્મા ફિલ્મ પ્રોડક્શનનો ડાયરેક્ટર હોવાનું જણાવીને યુવતીઓને ફિલ્મ અને સીરીયલમાં કામ અપાવવાનું પણ લાલચ આપીને તેમની પાસેથી રૂપીયા ખંખેરતો હતો.

આરોપીએ દિલ્હીની યુવતીની માફક અન્ય 10 જેટલી યુવતીઓના ન્યુડ ફોટા પાડી તેમને બ્લેકમેઈલ કરીને રૂપીયા ખંખેરતો હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યું છે. હવે આ યુવતીઓને પણ પોલીસ શોધી રહી છે. બીજી તરફ પોલીસના હાથે હજુ પણ બહુરૂપીયો રજનીશ ઉર્ફે રાજ મીશ્રા હાથ નથી લાગ્યો.

અન્ય સમાચારો પણ છે...