અકસ્માત:વડોદરામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર બે યુવતીને અડફેટે લીધી, બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ

વડોદરા20 દિવસ પહેલા
અકસ્માતમાં બે યુવતી ઇજાગ્રસ્ત થઇ હતી
  • કાર ડિવાઇડર પર ચઢી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે બેફામ કારચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી. બંનેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ કાર ડિવાઇડર પર ચઢી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બેફામ કારચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી
બેફામ કારચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી

બંને યુવતીઓને હોસ્પિટલમાં ખસેડાઇ
વડોદરાના પંડ્યા બ્રિજ પાસે પુરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત કર્યો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર મોપેડને ટક્કર મારી ડિવાઈડર પર ચઢી ગઇ હતી. આ ઘટનામાં મોપેડ પર સવાર બે યુવતીઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે પંડ્યા બ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી
108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી
કાર ડિવાઇડર પર ચઢી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
કાર ડિવાઇડર પર ચઢી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
અન્ય સમાચારો પણ છે...