તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એનાલિસિસ:વડોદરામાં અનલોક-1માં કોરોનાનો કહેર વધ્યો, 29 દિવસમાં ટેસ્ટીંગની સામે પોઝિટિવ કેસનો રેટ ડબલ થઇને 20.23 ટકા થયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં અનલોક-1માં સત્તાવાર મૃત્યુદર 4.54 ટકાથી ઘટીને 2.37 થયો

વડોદરા શહેર અને જિલ્લામાં 20 માર્ચથી લઇને 29 જૂન સુધીમાં લેવાયેલા કુલ 15065 સેમ્પલમાંથી 2228 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ 14.78 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં 20 માર્ચથી 31 મે સુધી લેવાયેલા 9279 સેમ્પલમાંથી 1057 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે 11.39 ટકા દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ત્યારબાદ 1 જૂનથી 29 જૂન સુધી લેવાયેલા કુલ 5786 સેમ્પલમાંથી 1171 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે 20.23 ટકા થાય છે. આમ અનલોક-1માં દરમિયાન સેમ્પલની સામે પોઝિટિવ કેસની ટકાવારી ડબલ થઇ ગઇ છે.

વડોદરામાં અનલોક-1માં સત્તાવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો
વડોદરા શહેર અને જિલ્લામાં અનલોક-1માં કોરોના વાઈરસના રોજેરોજ 40થી 50 સુધી પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર 53 દર્દીઓના મોત થયા છે. 31 મે સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 48 હતો. ત્યારે કુલ કેસની સામે 4.54 ટકાનો મૃત્યુદર હતો. 25 જૂન સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 53 થયો છે, આમ મૃત્યુદર ઘટીને 2.37 ટકા થયો છે. આમ અનલોક-1માં સત્તાવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક ઘણો વધારે છે.

સોમવારે લેવાયેલા 279 સેમ્પલમાંથી 50 પોઝિટિવ આવ્યા
વડોદરામાં 29 જૂનને સોમવારે લેવાયેલા કુલ 279 સેમ્પલમાંથી 50 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છે. આમ વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જે તંત્ર અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો