• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Unlock 1 in Vadodara Coronas case increased the rate of positive cases against testing doubled in 29 days to more than 20 per cent

એનાલિસિસ / વડોદરામાં અનલોક-1માં કોરોનાનો કહેર વધ્યો, 29 દિવસમાં ટેસ્ટીંગની સામે પોઝિટિવ કેસનો રેટ ડબલ થઇને 20.23 ટકા થયો

Unlock-1 in Vadodara Coronas case increased the rate of positive cases against testing doubled in 29 days to more than 20 per cent
X
Unlock-1 in Vadodara Coronas case increased the rate of positive cases against testing doubled in 29 days to more than 20 per cent

  • વડોદરામાં અનલોક-1માં સત્તાવાર મૃત્યુદર 4.54 ટકાથી ઘટીને 2.37 થયો

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:00 PM IST

વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં 20 માર્ચથી લઇને 29 જૂન સુધીમાં લેવાયેલા કુલ 15065 સેમ્પલમાંથી 2228 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ 14.78 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં 20 માર્ચથી 31 મે સુધી લેવાયેલા 9279 સેમ્પલમાંથી 1057 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે 11.39 ટકા દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ત્યારબાદ 1 જૂનથી 29 જૂન સુધી લેવાયેલા કુલ 5786 સેમ્પલમાંથી 1171 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે 20.23 ટકા થાય છે. આમ અનલોક-1માં દરમિયાન સેમ્પલની સામે પોઝિટિવ કેસની ટકાવારી ડબલ થઇ ગઇ છે.

વડોદરામાં અનલોક-1માં સત્તાવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો
વડોદરા શહેર અને જિલ્લામાં અનલોક-1માં કોરોના વાઈરસના રોજેરોજ 40થી 50 સુધી પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર 53 દર્દીઓના મોત થયા છે. 31 મે સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 48 હતો. ત્યારે કુલ કેસની સામે 4.54 ટકાનો મૃત્યુદર હતો. 25 જૂન સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 53 થયો છે, આમ મૃત્યુદર ઘટીને 2.37 ટકા થયો છે. આમ અનલોક-1માં સત્તાવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક ઘણો વધારે છે.

સોમવારે લેવાયેલા 279 સેમ્પલમાંથી 50 પોઝિટિવ આવ્યા
વડોદરામાં 29 જૂનને સોમવારે લેવાયેલા કુલ 279 સેમ્પલમાંથી 50 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છે. આમ વડોદરામાં કોરોના વાઈરસના દર્દીઓમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. જે તંત્ર અને લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી