તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયો હતો. ત્યાં હવે સાઇબર માફીયા ટોળકીએ શહેર પોલીસ કમિશનર (CP) ડો. શમસેરસિંગના નામ અને તસવીરનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી છે. સોશિયલ મિડિયામાં ફેક એકાઉન્ટની માહિતી પોલીસના ધ્યાન ઉપર આવતા કાર્યવાહી હાથ ધરી છે.
ફેક એકાઉન્ટ બનાવનારને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
જાણીતી વ્યક્તિના ફેક સોશિયલ મિડિયા એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. શનિવારે શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંગનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટમાં પોતાનું નામ શમસેરસિંગ જણાવી વડોદરા શહેર પોલીસ કમિશનરનો ફોટો પ્રોફાઇલમાં મુકવામાં આવ્યો હતો. જો કે, આ બાબતની જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ કમિશનરનુ ફેક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા તથા ફેક એકાઉન્ટ બનાવનારને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
લોકોને અન્ય એકાઉન્ટની રિક્વેસ્ટ ન સ્વીકારવા સીપીની અપીલ
શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંગે પોતાના સાચા ફેસબુક એકાઉન્ટ પર આ મામલે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અજાણ્યા શખસોએ ફેસબુક પર મારા ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું છે. કોઇ ફ્રેન્ડ રિકવેસ્ટ નહીં સ્વિકારવા વિનંતી. પોલીસ કમિશનરની આ પોસ્ટ બાદ લોકોએ તેમની નિખાલસતાની સરાહના કરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.