તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિવર્સિટીની ચાલાકી:130ના બદલે 220નો કલાસ ગણવાની સૂચના

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં વર્કલોડ ઘટાડવા માટે નવો રસ્તો અપનાવાયો
  • હંગામી અધ્યાપકોની સંખ્યામાં ઘટાડો કરવા કરાયેલી ગોઠવણ

એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટીમાં 130 વર્ગના એક ડિવિઝન સામે 220નો ક્લાસ ગણવા માટેની સૂચના આપવામાં આવી છે. યુનિ.માં વર્કલોડ ઘટાડવા નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે. મ.સ. યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોની સંખ્યામાં ઘટાડો થઇ શકે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના નિયમ પ્રમાણે 130 જેટલા વિદ્યાર્થીઓનો એક વર્ગ હોય છે, પરંતુ તેની સામે 220 જેટલા વિદ્યાર્થીઓનું એક ડિવિઝન ગણવા સૂચના આપી છે. જેને પગલે વર્કલોડ પણ ઓછો કરી શકાય તેમ છે.

હાલમાં ઓનલાઇન મોડથી અભ્યાસ ચાલી રહ્યો છે તેવા સમયે ઓછા શિક્ષકોથી પણ કામ ચાલી જાય તેવા આશયથી ડિવિઝનની સંખ્યા વધારવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વર્ષની શરૂઆત થાય ત્યાર પછી 100થી વધારે હંગામી અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે હંગામી અધ્યાપકોને 2 મહિના ઘરે બેસવાનો વારો આવશે. ગત વર્ષે પણ યુનિવર્સિટી દ્વારા હંગામી અધ્યાપકોની નિમણૂકમાં વિલંબ કરાયો હતો. જેને કારણે કોરોનાકાળમાં હંગામી અધ્યાપકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો.

130ની જગ્યાએ 220નું એક ડિવિઝન કરવાના નિર્ણયના પગલે વર્કલોડ ઘટશે અને શિક્ષકોની સંખ્યામાં પણ અડકતરી રીતે કાપ મૂકાશે. હંગામી અધ્યાપકોની ઇન્ટર્વ્યૂ પ્રક્રિયા કરવામાં આવી છે, હવે તેમના જોઇનિંગની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...