તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:યુનિટી ફાઉન્ડેશન નામની સંસ્થા બનાવી 45 કરોડ ખંખેરી ફૂલેકું ફેરવ્યું, 3 પકડાયા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદના શખસોએ મંત્રીઓ સાથેના ફોટા બતાવી લોકોને અભિભૂત કર્યાં
 • વગર વ્યાજની લોનની લાલચ આપીને રૂ.1700નું ફોર્મ ભરાવડાવી રૂપિયા ચાંઉ કરી ગયા

અમદાવાદના પોશ વિસ્તારમાં યુનીટી ફાઉન્ડેશન નામની સંસ્થાની ઓફિસ ખોલ્યા બાદ કોર્પોરેટ સ્ટાઈલમાં સંસ્થાની વેબસાઈટ બનાવી આરોપીઓએ 45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર દીપકસિંહ રાજપુત રાજ્યના અને કેન્દ્રના મંત્રીઓ સાથે ફોટા પડાવી અને પોતાની સંસ્થાની જાણકારી આપી તેમની સાથે ફોટા પડાવતો હતો.જ્યારે આ ફોટા તેની વેબસાઈટ પર મુકીને લોકોને અભિભૂત કરતો હતો.

પોલીસે યુનિટી ફાઉન્ડેશન સંસ્થાના ભાગીદારો દિપકસિંહ રમેશસિંહ રાજપુત (રહે-રૂતુરાજ ફ્લેટ, પાલડી, અમદાવાદ) અને રામજી આશાભાઈ રાઠોડ (રહે-પાલડી ગામ)સહિત 3 શખસોની અટકાયત કરી હતી. દિપક અને રામજીએ કબુલ્યું કે તેમને એક થી દોઢ વર્ષમાં અઢી લાખ જેટલા ફોર્મ ભરાવડાવ્યાં હતાં. જ્યારે 1 ફોર્મના રૂ.1700 પેટે રૂ. 42,50,00,000 રકમ થાય છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાના એજન્ટો બનાવી રાખ્યાં હતાં.

પંચમહાલ, રાજસ્થાન, દાહોદમાં પણ ગુના નોંધાવવાનું શરૂ
શહેર પોલીસે જણાવ્યું કે, અમદાવાદની બોગસ સંસ્થાના મુખ્ય સુત્રધાર સહિત ત્રણની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ દાહોદ, પંચમહાલ, રાજસ્થાનમાં જે મહિલાઓ પાસેથી એજન્ટો મારફતે રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યાં પણ લોકલ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવાની શરૂ કરાઈ છે. હાલ 45 કરોડનો ચીંટીંગનો આંકડો 100 કરોડ સુધી પહોચે તેવું પોલીસ માની રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો