પરીક્ષા શરૂ:આજથી 300 સ્કૂલના 50 હજાર વિદ્યાર્થીઓની એકમ કસોટી શરૂ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રવિવારની રજાના દિવસે પ્રશ્નપત્રો સ્કૂલો પર પહોંચાડાયાં
  • કેટલીક ​​​​​​​સ્કૂલે પરીક્ષા શરૂ થતાં પહેલાં પેપર લેવાની તૈયારી દર્શાવી

સોમવારથી શરૂ થતી પ્રથમ એકમ કસોટીના પ્રશ્નપત્રો રવિવારે સ્કૂલોને પહોંચાડાયા હતા. જેના પગલે રવિવારે સ્કૂલો ખુલ્લી રાખીને પેપરો લેવા જવાનો વારો આવ્યો હતો. બોર્ડે તૈયાર કરેલાં પ્રશ્નપત્રો શહેર-જિલ્લાની 300 ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 50 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ બોર્ડનાં પ્રશ્નપત્રોથી પરીક્ષા આપશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ પ્રથમ કસોટીની પરીક્ષા આપશે. પ્રથમ કસોટીની શરૂઆત સોમવાર 18 ઓક્ટોબરથી થઇ રહી છે.

ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડે તૈયાર કરેલાં પ્રશ્નપત્રો આપવા માટેનો નિર્ણય પહેલા લેવામાં આવ્યો હતો. જોકે પછી ઘણી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને અલગ-અલગ અભ્યાસ કરાવવામાં આવ્યો હોવાથી પોતાની રીતે પરીક્ષા લઇ શકે તેવી વ્યવસ્થા કરવાની માગણી કરી હતી, જે બોર્ડે માન્ય રાખી હતી.

જે સ્કૂલોને બોર્ડનાં પેપરો જોઇતા હોય તે લઇ શકે અને જે સ્કૂલોએ જાતે પ્રશ્નપત્રો તૈયાર કરવા હોય તે જાતે કરી શકે તેવી છૂટ આપવામાં આવી હતી.રવિવારેે ડીઇઓ કચેરીએ નક્કી કરેલા ક્યુડીસી પર પેપરો મોકલવામાં આવ્યાં હતાં. ક્યુડીસી સેન્ટરો પરથી સ્કૂલોએ પેપર લીધાં હતાં. ઘણી સ્કૂલો દ્વારા સોમવારે પરીક્ષા શરૂ થતાં પહેલાં પેપરો લેવાની તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...