ફેરફાર:વેક્સિનેશન વેગવંતુ રાખવા માટે 9 થી 12ની એકમ કસોટી સ્થગિત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7 અને 8 જાન્યુઆરીએ એકમ કસોટી યોજાવાની હતી
  • કોરોના કેસો વધતાં ઘણી સ્કૂલોએ ઓનલાઇન પરીક્ષા યોજી

વિદ્યાર્થીઓના રસીકરણના પગલે તારીખ 7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી એકમ કસોટી મોકુફ કરવામાં આવી છે. કોરોના કેસો વધતા ઘણી ખાનગી યુનિટ ટેસ્ટ શાળાઓએ પણ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન લીધા છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતાં 80 હજાર જેટલા વિદ્યાર્થીઓની એકમ કસોટી મોકુફ કરવામાં આવી છે. બીજા તબક્કામાં 7 અને 8 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું. હતું. જોકે હાલમાં 15 થી 18 વર્ષના બાળકો માટે કોવિડ વેક્સિનેશનની કાર્યવાહી ચાલી રહી હોવાથી બોર્ડ દ્વારા લેવાનારી બીજા તબક્કાની એકમ કસોટી હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે.

બીજી તરફ કોરોનાના કેસો વધવાની સાથે ખાનગી શાળાઓ દ્વારા યુનિટ ટેસ્ટ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન લેવામાં આવી રહ્યા છે.ડીઇઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું કે શહેરની 8 થી 10 જેટલી સ્કૂલો એવી છે કે તેમાં રસીકરણ ઓછું થઇ રહ્યું છે.

લઘુમતી કોમના વિદ્યાર્થીઓમાં રસીકરણ વધે તે માટે જે તે શાળાના આચાર્યોને સૂચના આપવામાં આવી છે કે વાલીઓનું કાઉન્સેલીંગ કરવામાં આવે અને તમામ બાળકોનું વેકસીનેશન થાય. શાળાના આચાર્યો સાથે કાઉન્સેલીંગ માટે જરૂર જણાશે તો ડીઇઓ કચેરીના અધિકારીઓ પણ જોડાશે.

ત્રીજા દિવસે 17 સ્કૂલમાં 100% રસીકરણ
શહેરમાં 3જી તારીખેથી 15 પલ્સના વિદ્યાર્થીઓને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ત્રીજા દિવસે અંદાજે 10 હજાર વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. બુધવારે 69 શાળાના બાળકોને વેકસીન અપાઈ હતી. બુધવારે વધુ 17 શાળાએ 100 ટકાનો વેકસીનેશનના આંકડાને સર કર્યો કર્યો છે. જિલ્લામાં ત્રણ દિવસમાં તરુણ રસીકરણ 67.8 ટકા પૂર્ણ થયું છે બુધવારે 9212 તરુણોને રસી મુકાઈ હતી. પાલિકાએ બુધવારે વિદ્યાર્થીઓ સહિત 15,231 લોકોને વેક્સીન આપી હતી. જય અંબે સ્કૂલના આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે 10 થી 3 વાગ્યા સુધીમાં થનાર રસીકરણમાં વિદ્યાર્થીઓને તુલસીના છોડનું વિતરણ કરીને રસીકરણ અને પર્યાવરણ જાગૃતિ ને સાંકળી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...