• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Union Minister Purushottam Rupala Held Secret Meeting In Vadodara, Kept Madhu Srivastava Away, Rajasthan CM To Campaign In Anand Vadodara District

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક યોજી, મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા, રાજસ્થાનના CMનો આણંદ-વડોદરા જિલ્લામાં પ્રચાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત. - Divya Bhaskar
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ સતત ગુજરાતમાં સભા અને રેલીઓ કરી રહ્યા છે, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે વડોદરા અને આણંદની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેઓએ આણંદ અને વડોદરા જિલ્લામાં પ્રચાર કર્યો હતો.

મોરબી દુર્ઘટના, કોરોના અને લઠ્ઠાકાંડે ભાજપની પોલ ખોલી નાખી': અશોક ગહેલોત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આજે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે. ગુજરાતમાં કોંગ્રેસની રેલીઓ ઘણી સારી રહી. આમ આદમી પાર્ટીએ જે રીતે જુઠ્ઠાણાનો સહારો લઇ પ્રચાર કર્યો તેમની હવે હવા નિકળી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને સ્થિતિ ગંભીર છે અને સરકાર સામે લોકોમાં આક્રોશ છે. ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે.

રૂપાલાએ ગુપ્ત બેઠક યોજી
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની ગત સપ્તાહે યોજાયેલી સેન્સ પ્રક્રિયા બાદ 27 ઉમેદવારોની યાદી નક્કી કરાઈ હતી. જોકે તેમ છતાં રવિવારે સાંકરદા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુપ્ત મિટિંગ કરી હતી. જેમાં વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારોના ફરીથી સેન્સ લેવામાં આવી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ શનિવારે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં સર્વ સંમતિ સધાઈ નહોતી. જેના કારણે મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરા આવ્યા હતા. સાંકરદા ખાતે ફાર્મ હાઉસમાં બેઠક યોજાઈ હતી.

મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા
આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. જોકે, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા સમક્ષ જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીએ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારો માટે વધુ એક વખત સેન્સ લેવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

હું અપક્ષ ચૂંટણી લડવાનો નથીઃ કેતન ઇનામદાર
ડેસરના વાલાવાવ ચોકડી ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં સાવલી ડેસર ભાજપ પ્રમુખ, સાવલી ડેસર તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિત કાર્યકરો આવ્યા હતા. સંમેલનમાં સંબોધન કરતી વખતે કેતન ઇનામદારે કહ્યું હતું કે, ચૂંટણીમાં પક્ષ મને વિધાનસભાની ટિકિટ આપે કે ન આપે, હું અપક્ષ ચૂંટણી લડવાનો નથી. સાવલી ડેસરમાંથી મારી સાથે કુલ 7 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પક્ષ ગમે તેને વિધાનસભાની ટિકિટ આપે તેની સાથે ખભેખભા મિલાવીને સાવલીમાંથી બહુમતીથી જીતાડી ગાંધીનગર મોકલવાનો છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (ફાઈલ તસવીર)
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (ફાઈલ તસવીર)

કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર જાહેર થયા?
વડોદરા શહેર અને જિલ્લામાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 7 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ વડોદરા શહેરની 4 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે, પરંતુ ભાજપે હજી સુધી એક પણ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.

આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો

  • વડોદરા સિટી- ચંદ્રિકાબેન સોલંકી
  • માંજલપુર- વિરલ પંચાલ
  • અકોટા- શંશાક ખરે
  • રાવપુરા- હિરેન રાજશિર્કે
  • પાદરા- જયદીપસિંહ ચૌહાણ
  • સાવલી- વિજય ચાવડા
  • ડભોઈ- અજીત ઠાકોર

કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારો

  • અકોટા- ઋત્વિજ જોષી
  • માંજલપુર- તશ્વીન સિંઘ
  • રાવપુરા બેઠક- સંજય પટેલ
  • સયાજીગંજ બેઠક- અમી રાવત
અન્ય સમાચારો પણ છે...