કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 29 મેના રોજ વડોદરા જિલ્લા પોલીસ માટે રૂ. 77.60 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી આવાસીય અને બિનઆવાસીય સુવિધાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત પોલીસ અશ્વ દળ, પોલીસ શ્વાન દળ, પોલીસ મોટર ટ્રાન્સપોર્ટ તેમજ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ -1 વડોદરા ખાતેના બી ટાઇપના નવનિર્મીત રહેણાંક મકાનો તથા કચેરીઓનું લોકાર્પણ આગામી 29 મેના રોજ સવારે 11 વાગ્યે છાણી મુખ્ય મથક ખાતેથી થશે.
વડોદરા જિલ્લા પોલીસના અશ્વો પાસેથી મોટા-મોટા મેળાઓમાં, માનવ મેદનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વાહન ન જઇ શકે તે અંરિયાળ વિસ્તારમાં ફરજ બજાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય તહેવારોની પરેડમાં ભાગ લઇ મહેમાનોના સ્વાગત માટે એસ્કોર્ટ પાયલોટીંગ અશ્વો રહે છે. આધુનિક યુગમાં પણ અશ્વ પર સવારી ક૨વી ગૌ૨વપૂર્ણ હોવાથી નાગરિકોને પણ રાઇડિંગ કલબમાં ઘોડેસવારી તાલીમ આપવામાં આવે છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં કુલ 11 અશ્વો ફરજ બજાવે છે. આ અશ્વદળની કચેરીના બાંધકામ સહિતીની સુવિધા માટે કુલ ખર્ચ રૂ .166.89 લાખ થયો છે.
પોલીસના ટ્રેકર ડોગ દ્વારા ગુનાઓ બને ત્યારે સ્મેલ/પ૨સેવા ઉ૫૨થી આરોપીની ઓળખ તેમજ સ્નીફર ડોગ દ્વારા ગનપાવડર, તથા વિસ્ફોટક પદાર્થો શોધવાની કામગીરી તથા નાર્કોટીકસ ડોગ દ્વારા ચરસ, ગાંજો, બ્રાઉનસુગર જેવા નશીલા પદાર્થો શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. હાલમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ડોબરમેન પ્રજાતીનો 1 ડોગ ફ૨જ બજાવે છે તેમજ લેબ્રાડોર તથા ડોબરમેન પ્રજાતીના 2 ડોગ તાલીમમાં છે.
પોલીસ વિભાગમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ મહત્વનો ભાગ છે. પોલીસ વાહન વ્યવહાર કુદરતી આફતો, હુલ્લડો, તથા અકસ્માત, અપહ૨ણ તેમજ કાયદો અને વ્યવસ્થાને લગત તમામ પરીસ્થિતિમાં પોલીસ અધિકારી/કર્મચારીઓને સમયસર ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડવામાં ખુબજ ઉપયોગી થાય છે. વડોદરા ગ્રામ્ય જીલ્લા ખાતે કુલ 228 વાહનો કાર્યરત છે. જે વાહનોની જાળવણી અર્થે મુખ્ય મથક, છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે અદ્યતન પોલીગ્ન મોટર ટ્રાન્સપોર્ટની (એમ.ટી.) અતિ આધુનિક નવ ર્નાર્મત કચેરી નિર્માણ પામેલ છે. એમ.ટી. તથા ડોગ કેનાલ બાંધકામનો કુલ ખર્ચ રૂ. 167.18 લાખ થયો છે.
એસ.આર.પી.જૂથ -1, લાલબાગ વડોદરા ખાતે બી - કેટેગરીના 40 અતિઆધુનિક મકાનોનુ લોકાર્પણ પણ થનાર છે . આ બી - કેટેગરીના 40 ૨હેણાંક આવાસોનો કુલ ખર્ચ રૂ. 444 લાખ થયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.