વડોદરા:ઘરમાં ઝઘડો થતાં યુવાને કિશનવાડી મહાકાળી મંદિર પાસે નંદ ઘરના મકાનમાં આપઘાત કર્યો

વડોદરા3 વર્ષ પહેલા
  • યુવાનની આત્મહત્યાનું રહસ્ય અકબંધ, પોલીસે યુવાનના પરિવારજનોની શોધખોળ હાથ ધરી

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નંદ ઘરના મકાનમાં વિજય શિતલભાઇ કહાર(ઉ.40) નામના યુવાને ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને ઘરમાં ઝઘડો થતાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પત્ની અને 2 બાળકો સાથે કિશનવાડી વિસ્તારના કોર્ટિયાર્કનગરમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરીને  પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...