તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:વડોદરામાં તળાવમાં ડૂબી જવાથી એક અજાણ્યા વ્યક્તિનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરા5 મહિનો પહેલા
ફાયર વિભાગે મૃતદેહ તળાવમાંથી બહા કાઢ્યો.
  • મૃતકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી

શહેરના તરસાલી રાઠોડીયા વાસ પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા લાશ બહાર કાઢી પોલીસને સોપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી.
મૃતકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી.

મરનારના પરિવારની શોધખોળ શરૂ કરાઈ
તરસાલી રાઠોડીયા પાસે તળાવમાં એક વ્યક્તિ પડી ગયો હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. અને બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો. તળાવમાં ડૂબી ગયેલ ક્યાનો રહેવાસી છે. તે અંગેની માહિતી મળી નથી. મકરપુરા પોલીસે લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી મરનારના પરિવારની શોધખોળ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો