એજયુકેશન:યુનિ.એ ડિગ્રીના 500 લીધા પણ ફોલ્ડર-સ્કાર્ફ ન આપ્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલીવાર હેડ ઓફિસના બદલે ફેકલ્ટીમાંથી વિતરણ

એમ.એસ.યુનિવર્સિટીના ફેબ્રુઆરી મહિનામાં 70મો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેના ડિગ્રી સર્ટિફીકેટ 4 મહિના પછી વિતરણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 500 રૂપિયા ફી ભરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફીકેટની સાથે ફોલ્ડર અને સ્કાર્ફ વિતરણ કરવામાં આવી રહ્યા નથી.

યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓ પરથી વિદ્યાર્થીઓને ડિગ્રી વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફીકેટની સાથે ફોલ્ડર અને સ્કાફ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા નથી. વિદ્યાર્થીઓએ ડિગ્રી સર્ટિફીકેટ માટે 500 રૂપિયા ફી ભરી હતી જેની સાથે તેમને ફોલ્ડર અને સ્કાફ આપવાનો હોય છે.

પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ માટે ફોલ્ડર અને સ્કાફ મોકલાવામાં આવ્યા ના હોવાથી ફેકલ્ટી પરથી માત્ર ડિગ્રી આપવામાં આવી રહી છે. બીજી તરફ કોરોના કાળ પહેલા ડિગ્રી સર્ટિફીકેટનું વિતરણ હેડ ઓફીસ ખાતેથી કરવામાં આવતું હતું. કોરોના કાળમાં સર્ટિફીકેટ લેવા માટે ધસારો ના થાય તે માટે દરેક ફેકલ્ટી પ્રમાણે વિતરણ કરવાની શરૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...