વિવાદ:ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયેલા યુનિ.ના શિક્ષકો ગાયબ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેેનેટ-સિન્ડિકેટ સભ્યો સહિત શિક્ષકોને જોતર્યા હતા
  • ત્રણ સેનેટ સભ્યોની​​​​​​​ રજૂઆત, યુનિ.નું રાજકીયકરણ બંધ કરો

ભાજપની સદસ્યતા અભિયાન માટે એમ.એસ.યુનિવર્સિટીના સેેનેટ-સિન્ડિકેટ સભ્યો સહિત શિક્ષકોને પણ કામગીરી સોંપવામાં આવી હતી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવી રહ્યા હોવાની વાત બહાર આવતાની સાથે જ મંગળવારથી શિક્ષકો કામગીરી બંધ કરી દીધી હતી.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ગેટની બહાર ઊભા રહીને વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ભાજપના સભ્ય બનાવવા માટે મીસ કોલ કરાવવાની ઝુંબેશમાં સેનેટ-સિન્ડિકેટ સભ્યોની સાથે ઘણા અધ્યાપકોને પણ કામગીરી પણ સોંપવામાં આવી હતી. જોકે તમામના નામો જાહેર થઇ જવાના પગલે અધ્યાપકોએ કામગીરી છોડી દીધી હતી.

શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના આદેશના પગલે યુનિવર્સિટીના સેનેટ-સિન્ડિકેટ સભ્યોને ભાજપના સદસ્યતા અભિયાન માટે કામગીરી સોંપાઈ છે. શિક્ષકો પણ અભિયાનમાં જોડાયા હતા જોકે નામ બગડે તેવી સ્થિતિ સર્જાતા શિક્ષકો અભિયાનમાંથી બહાર નીકળી ગયા હતા. બીજી તરફ વિપક્ષના સેનેટ સભ્યો કપીલ જોશી,અમર ઢોમસે, નિકુલ પટેલ તથા કોંગ્રેસ પ્રમુખ-પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વિજ જોશીએ શૈક્ષણિક સંસ્થાનું રાજકીયકરણ બંધ કરવામાં આવે તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...