તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખામી:ઓનલાઇન પરીક્ષામાં યુનિ. ફરી ભેરવાઇ, ‌LLBના 1 હજાર વિદ્યાર્થીની પરીક્ષા મોકૂફ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેમેસ્ટર 2,4,6 ની એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં લોગઇન સહિતની સમસ્યા
  • મોકૂક રખાયેલી 3 વિષયની પરીક્ષા હવે 20મી જુલાઇઅે લેવા જાહેરાત

મ.સ.યુનિની લો ફેકલ્ટીમાં બીએ સેમેસ્ટર 2,4,6 ની નવી પરીક્ષાનો ડેટા બેઝ નહિ બનતાં ટેકનિકલ ખામી સર્જાતા મોકુફ રખાઈ હતી. 1 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપી શકયા ના હતા. સોમવારે યોજાનારી પરીક્ષા 20 મી તારીખે થનાર હતી. બાર કાઉન્સિલના આદેશ પછી માસ પ્રમોશન અપાયેલી પરીક્ષાઓ ઓનલાઇન લેવાની જાહેરાત કરાઈ હતી.

લો ફેકલ્ટીમાં સોમવાર 12 તારીખથી સેમેસ્ટર 2 માં અંગ્રેજી,સેમેસ્ટર 4 માં રાજનીતિક વિજ્ઞાન,સેમેસ્ટર 6 માં રાજનીતિક વિજ્ઞાન - 2 ની 70 માર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષામાં ત્રણેય સેમેસ્ટરના 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે પરીક્ષા શરૂ થવાની સાથે જ વિદ્યાર્થીઓને લોગ ઇન સહિતની વિવિધ એરર આવવાની શરૂઆત થઇ ગઇ હતી.

જેમાં ઘણા વિદ્યાર્થીઓને ઓપ્શન આવે તો પ્રશ્ન ના દેખાય,પ્રશ્ન દેખાય તો ઓપ્શન ના દેખાય સતત એક કલાક સુધી વિદ્યાર્થીઓ પરેશાન રહ્યા બાદ લો ફેકલ્ટી સત્તાધીશોને ફરીયાદ કરી હતી. કોમ્પ્યુટર વિભાગ દ્વારા એરરને રીઝોલ્વ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સમય વધારે લાગે તેમ હોવાથી પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરાઇ હતી.

12 મી તારીખનું પેપર 20 મી જુલાઇના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. 13 મી તારીખથી યોજાનાર પેપરો યથાવત સમય પ્રમાણે યોજવામાં આવશે. કોમ્પ્યુટ સેન્ટરના અધિકારીના જણાવ્યા મુજબ સોફટવેરમાં ટેક્નિકલ એરર આવી હતી. પરીક્ષા 2020 માં લેવાની હતી જેનો ડેટાબેઝ જૂનો હતો, જે નવા કાર્યક્રમ પ્રમાણે સેટ કરવાનો હતો જોકે સેટ કરતા સમયે થોડી એરર રહી જવાના કારણે પરીક્ષા દરમિયાન ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી અને પરીક્ષા મોકુફ રાખવી પડી હતી. જોકે પરીક્ષા 20 મી તારીખે લેવામાં આવશે.

અગાઉ પણ કોમર્સ ફેકલ્ટીમાં ટેક્નિકલ ખામીને લીધે પરીક્ષા મોકૂફ રખાઈ હતી
ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઇન એકઝામના પ્રથમ પેપર ના દિવસે જ સર્વરમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તમામ પેપર પૂર્ણ થઈ ગયા પછી તે પરીક્ષા લેવામાં આવી હતી ત્યાર પછી કમ્પ્યુટર વિભાગ દ્વારા સીસ્ટમ અપગ્રડે કરીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ફરી એક વખત લો ફેકલ્ટી ની પરીક્ષાના પ્રથમ દિવસે ટેકનિકલ ખામી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...