તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:યુનિ. સિન્ડિકેટની 14 બેઠકો માટે 25 ફેબ્રુઆરીએ ચૂંટણી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિન્ડિકેટની બેઠકમાં પ્રવેશ અને બેઠકો મામલે ચર્ચા કરાઇ

શનિવારે મ.સ. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આગામી 25મી ફેબ્રુઆરીએ 14 બેઠકો માટે સિન્ડિકેટની ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અને સીટો સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

8 ફેબ્રુ.એ નોટિફિકેશન જાહેર થશે, 17મીએ સ્ક્રૂટિની થશે
મ.સ. યુનિ.ની સિન્ડિકેટની 14 બેઠકમાં 1 પ્રિન્સિપાલ કેટેગરી, 1 પ્રોફેસર કેટેગરી, 2 ડીન તથા 6 રજિસ્ટર ગ્રેજ્યુએટ કેટેગરી તથા 4 ટીચર કેટેગરીની બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણીનું નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ બહાર પડશે, જ્યારે સ્ક્રૂટિની 17 ફેબ્રુઆરીએ યોજાશે. 25 ફેબ્રુઆરીએ 1 થી 3 સુધી ચૂંટણી યોજાશે. ચૂંટણીના દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીએ ચૂંટણીના 1 કલાક અગાઉ 12 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ચૂંટણીનું કાઉન્ટિંગ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. આ ચૂંટણી અગાઉ હેડ કેટેગરીની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે.

એમકોમમાં 1200 બેઠકોની સામે 1300 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન અપાયું
યુનિ.માં એમકોમની 1200 બેઠકો છે, તેની સામે 1300 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આમ છતાં 18 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તે અંગેની પણ ચર્ચા કરાઈ હતી. આ માટે બેઠકો વધારવાની પણ દરખાસ્ત મૂકવામાં આવી હતી.

બહારના છાત્ર માટે કટ ઓફ 45% કરાશે
યુનિવર્સિટીની પાદરા કોલેજની કોમર્સની 1400 જેટલી બેઠકો છે. આ બેઠકો પૈકીની 700 બેઠકો જ ભરાઇ છે. ખાલી બેઠકો રહે તે સ્થિતિમાં બહારગામના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 50% કટ ઓફ છે તે ઘટાડીને 45% કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો