તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પૂર્વે નિમણૂક:યુનિ. સિન્ડિકેટની ચૂંટણી પૂર્વે 12 HODની નિમણૂક કરાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મીની સિન્ડિકેટ બેઠકમાં બહાલી અાપવા કવાયત શરૂ
  • મુખ્ય ચૂ્ંટણી પહેલાં 5 ફેબ્રુઆરીએ અેચઅોડીની ચૂંટણી યોજાશે

એમ.એસ.યુનિ. સિન્ડિકેટની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે ત્યારે 5 ફેબ્રુઆરીના રોજ વિભાગીય વડા ની ચૂંટણી પહેલા સિન્ડિકેટમાં 12૨ જેટલા વિભાગના વડાને કાયમી ધોરણે નિમણૂક અપાશે. સિન્ડિકેટની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને સત્તાધીશો દ્વારા ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી દેવાઇ છે. ૨૫ ફેબ્રુઆરીએ સિન્ડિકેટની મુખ્ય ચૂંટણી યોજાય તે પહેલા 5 ફેબ્રુઆરીના રોજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ની ચૂંટણી યોજાશે. યુનિ.માં 98 વિભાગ છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ચૂંટણી લડવા માટે કાયમી હોય તેવા વિભાગીય વડા જ ચૂંટણી લડી શકે છે.

98 ડિપાર્ટમેન્ટ પૈકી 60 ડિપાર્ટમેન્ટ મા હેડની નિમણુક થયેલી છે. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં યોગ્ય ઉમેદવારના અભાવે વિભાગીય વડાઓની નિમણુક કરાઈ નથી અથવા તો ઇન્ચાર્જ ના હવાલે કામગીરી ચાલી રહી છે. સિન્ડિકેટની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને યુનિ.સત્તાધીશો દ્વારા 12 ડિપાર્ટમેન્ટમાં હેડની નિમણુક કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે 30મી ડિસેમ્બરે મળનારી સિન્ડિકેટની બેઠકમાં 12 ડિપાર્ટમેન્ટના હેડ ની નિમણૂક ને બહાલી અપાશે. 25 ફેબ્રુઆરીએ૧૪ બેઠકો માટે સિન્ડિકેટ ચૂંટણી યોજાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો