ક્રાઇમ:બેકારીના પગલે ચોરીઓ વધી : ક્વાર્ટર્સમાં હાથફેરો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની રિલાયન્સ ટાઉનશિપ નજીક આવેલા જીઆઇડીસી ક્વાર્ટર્સમાં રહેતો પરિવાર લોકડાઉનમાં અમદાવાદમાં ફસાયો હતો. દરમિયાન તેઓના બંધ મકાનમાં તસ્કરોએ  હાથફેરો કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રિલાયન્સ ટાઉનશિપ નજીક જીઆઇડીસી ક્વાર્ટર્સ આવેલાં છે. જ્યાં રહેતો પરિવાર બે મહિના પહેલાં કામ અર્થે અમદાવાદ ગયો હતો. ત્યારબાદ લોકડાઉન જાહેર થતાં તેઓ ત્યાં ફસાયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાને લીધું હતું. તસ્કરો મકાનમાંથી દાગીના સહિતનો સામાન ચોરી ફરાર થયા હતા. લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ વડોદરા ઘરે આવેલા પરિવારને મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...