આપઘાત:પત્નીએ કામધંધો કરવા માટે ટોકતાં બેરોજગાર પતિએ ગળેફાંસો ખાધો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પત્નીને વારંવાર કહ્યું હતું કે, હું આપઘાત કરી લઇશ
  • ​​​​​​​યુવક છેલ્લા કેટલાક સમયથી કોઈ કામધંધો કરતો નહોતો

બેરોજગાર પતિને પત્નીને કામ કરવા માટે ઠપકો આપતા યુવકને લાગી આવતા તેણે મંગળવારે રાત્રે ગળે ફાંસો કરીને જીવન ટૂંકાવી નાખતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કલાલી વિસ્તારમાં રહેતા પ્રમોદ ચૌહાણ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તે કોઈ પ્રકારનું કામ નહોતા કરતા. જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતા તેમની પત્ની વાંરવાર તેમને કામ કરવા અંગે ઠપકો આપતી હતી.

જેથી પ્રમોદ ચૌહાણ પત્નીને અવાર નવાર ધમકી આપતો હતો કે તે મરી જશે. મંગળવારે મોડી સાંજે પણ પતિ-પત્નીનો કામકાજ માટે ઝગડો થયો હતો. જેથી પ્રમોદ ઘરેથી જતો રહ્યો હતો અને ઘરની આગળ પડેલા ટેમ્પાની છત પર લોંખડની એેંગલ બાંધીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ વિશે સવારે પ્રમોદની પત્નીને સવારે જાણ થતા તેણે પોલીસને બોલાવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...