વડોદરામાં યુવતી પર અત્યાચાર:સગીર વયે યુવકે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, લગ્નની લાલચ આપી ઘરમાં રાખી દારૂ વેચવા દબાણ કર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી અશ્ફાક - Divya Bhaskar
આરોપી અશ્ફાક

વડોદરા શહેરની 18 વર્ષની યુવતીને છેલ્લા ચાર વર્ષથી લગ્નની લાલચ આપી શરીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી તરછોડ્યાની ઘટના અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં આરોપીની પણ ધરપકડ કરી લેવાઇ છે.

14 વર્ષની ઉંમરે ગર્ભવતી થઇ
યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પિતા કોઇ કામ ધંધો કરતા ન હોવાથી અને માતા પણ બીજે જતી રહી હોવાથી તે બહેનના ઘરે રહેતી હતી. જ્યાં અશ્ફાક સૈયદ નામનો યુવક પણ રહેતો હતો. જે યુવતીને વેચી દેવા માટે દબાણ કરતો અને હાથે ડામ પણ દીધા હતા. જ્યાર બાદ અશ્ફાકે યુવતી સગીર હોવા છતાં તેને લગ્નની લાલચ આપી વારંવાર શરીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી માત્ર 14 વર્ષની ઉંમરે તે ગર્ભવતી થઇ હતી અને સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાર બાદ બાળકનો જન્મ થયો અને બાળકનું એક જ દિવસમાં મોત થયું હતું.

કોર્ટમાં લગ્ન કરીશ તેવી લાલચ આપી જ્યાર બાદ અશ્ફાકે સગીરને ન અપનાવતા તેને અમદાવાદની સમાજસેવી સંસ્થામાં લઇ જવાઇ હતી. જ્યાં સગીરાની માતા રાજકોટથી આવી હતી અને તેને સાથે લઇ ગઇ હતી. જ્યાર બાદ અશ્ફાક રાજકોટ ગયો હતો અને યુવતીને કહ્યું હતું કે હવે હું તને દારૂ પી હેરાન પરેશાન કે મારઝૂડ નહીં કરું. તેમજ તેની સાથે કોર્ટમાં લગ્ન કરશે. તેથી યુવતી જાન્યુઆરી 2022 અશ્ફાક સાથે ફરી વડોદરા રહેવા આવી હતી.

દારૂ વેચવા દબાણ કર્યું
જો કે થોડા સમય બાદ અશ્ફાકે યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરવાને બદલે ઘરે જ હાર પહેરાવી દીધો હતો. યુવતીને અશ્ફાકને કોર્ટમાં લગ્ન કરવાનું કહ્યું તે તેણે ઇનકાર કર્યો હતો. સાથે અશ્ફાક યુવતીને દારૂ વેચવા માટે મજબૂર કરતો હતો અને મારઝૂડ કરતો હતો. જેથી યુવતીએ આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી અસ્ફાકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.