વિકાસને વેગ:ઉંડેરા-અંકોડિયાની 43 નંબરની ડ્રાફ્ટ ટીપી દોઢ વર્ષ બાદ મંજૂર

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • TPમાં 22.18 હેક્ટર મીટર જમીન આવરી લેવાશે
  • હવે TDOની નિમણૂક બાદ રિવ્યૂ​​​​​​​ કરી ફાઇનલ મંજૂરી માટે મોકલાશે

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની 3, સુરતની 2 અને વડોદરાની એક ટીપીને મંજૂર કરવામાં આવી છે. વડોદરાના ઉંડેરા અને અંકોડિયા વિસ્તારમાં વુડાની ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી મળતાં હવે 22.18 હેક્ટર વિસ્તારમાં વિકાસના વિવિધ કામો થશે.રાજ્ય સરકાર દ્વારા શનિવારના રોજ અમદાવાદ, સુરત અને વડોદરાની કુલ 6 ડ્રાફ્ટ ટીપીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વડોદરાના વુડા વિસ્તારની ઉંડેરા અને અંકોડિયા ગામને આવરી લેતી 43 નંબરની ડ્રાફ્ટ ટીપીને મંજૂરી મળી છે. આ ટીપીમાં 22.18 હેક્ટર જમીનને આવરી લેવામાં આવનાર છે.

વુડાએ ઓક્ટોબર 2020માં ડ્રાફ્ટ ટીપીને મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલી હતી. જેમાં આ જમીન પર રિઝર્વ પ્લોટ, બગીચાઓ, શાળાઓ તેમજ રસ્તાઓ બનાવવા અંગેનું આયોજન દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે દોઢ વર્ષ બાદસરકાર દ્વારા 43 નંબરની ડ્રાફ્ટ ટીપીને મંજૂરી આપવામાં આવી છે. હવે તંત્ર ટીડીઓની નિમણૂક કરશે અને ટીપીના લેવલે રીવ્યુ કરી રિવ્યુ કામગીરી પૂર્ણ થયા બાદ પુનઃ ટીપીને ફાઈનલ કરવા માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. એટલે હવે ઉંડેરા અને અંકોડિયા વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવાની સાથે અન્ય વિકાસના કામોને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...