કોરોના વડોદરા LIVE:વધુ 6 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 72,277 થયો, વધુ 6 દર્દી ડિસ્ચાર્જ, વેક્સિનેશનના બીજા ડોઝની 85 ટકા કામગીરી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે સાથે સંક્રમણ અટકાવવા વેક્સિનેશ વધારવા પ્રયાસ કરાઈ રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે સાથે સંક્રમણ અટકાવવા વેક્સિનેશ વધારવા પ્રયાસ કરાઈ રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • 2 દર્દીઓની સારવાર ઓક્સિજન પર, 2 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ આવ્યા હતા. વડોદરા શહેરના અકોટા, તાંદલજા, સુભાનપુરા, હરણી અને છાણી વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,277 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,602 ઉપર પહોંચી ગઇ છે.

6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
આજે વડોદરા શહેરમાં કોરોનાના 6 નવા કેસ આવ્યાં હતા. જ્યારે 6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કુલ 52 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી 48 સ્ટેબલ છે. જ્યારે 2 દર્દીઓની સારવાર ઓક્સિજન પર ચાલી રહી છે. 2 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. શહેરમાં હાલમાં 93 વ્યક્તિઓ કોરોનાના પગલે ક્વોરન્ટીન છે. છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો દર્દી નોંધાયો નથી. હાલમાં એસએસજીમાં 10 દર્દીઓની મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી છે.

વધુ 1605 લોકોએ રસી મુકાવી
વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના અંગેના રસીકરણમાં સોમવારે માત્ર 1605 લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી બીજો ડોઝ લેનાર માત્ર 1168 લોકો હતા. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા અને કોરોના પોઝિટિવ કેસમાં વધારાની વચ્ચે શહેરમાં 85 ટકા ઉપર લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ મુજબ હવે 84 દિવસ બાકી હોય તેવા લોકો તબક્કાવાર આવતાં આ ટકાવારી વધશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ડોઝમાં 100 ટકા ઉપરાંત રસીકરણ થઈ રહ્યું છે. વધુ 437 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ સેન્ટરોમાં પણ આંશિક ઘટાડો કરાયો છે.

કુલ રસીકરણ 28,00,243
રવિવારનું રસીકરણ 1605
પ્રથમ ડોઝ 1,56,660 100.45%
બીજો ડોઝ 12,83,585 85.01%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,782 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,277 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9691 પશ્ચિમ ઝોનમાં 12,075, ઉત્તર ઝોનમાં 11,843, દક્ષિણ ઝોનમાં 11,850, વડોદરા ગ્રામ્યમાં 26,782 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.