તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Under The Pretext Of Working In Acting modeling, UP's Rapist Rapes Delhi Girl In Vadodara Hotel, Threatens To Make Nasty Video Viral

બ્લેકમેલ કરી દુષ્કર્મ:એક્ટિંગ અને મોડેલિંગમાં કામ આપવાના બહાને હવસખોરે દિલ્હીની યુવતી સાથે વડોદરાની હોટલમાં દુષ્કર્મ આચર્યું, મોડેલિંગના નામે બીભત્સ વીડિયો ઉતાર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે(પ્રતિકાત્મક તસવીર)
  • યુવતીના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયાની ખંડણી માગણી કરી
  • દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં હવસખોર સામે ફરિયાદ નોંધાવી

ઉત્તરપ્રદેશના વતની યુવાન રજનિશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણીની માગણી કરી હતી. દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ એક્ટિંગ કરવા 13 હજાર રૂપિયા આપ્યા
દિલ્હીની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2020માં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અશીકા ત્રિપાઠીએ ઓફર કરી હતી કે, તમને હેપ્પી મોડેલિંગમાં રૂચિ ધરાવો છો ખરા? જેથી મેં તેમને હા માં જવાબ આપ્યો હતો, ત્યાર બાદ તેમણે કર્માં ફિલ્મ પોડ્કશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી તેમને સહમતી આપ્યા બાદ મારો મોબાઇલ નંબર રાજ મિશ્રાને આપ્યો હતો તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ, તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા 15 હજાર રૂપિયા આપવા પડશે અને તેમણે મને તેમનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો જેમાં 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

ઉત્તરપ્રદેશના નરાધમે બ્લેકમેઇલ કરીને યુવતીના નગ્ન ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા(પ્રતિકાત્મક તસવીર)
ઉત્તરપ્રદેશના નરાધમે બ્લેકમેઇલ કરીને યુવતીના નગ્ન ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા(પ્રતિકાત્મક તસવીર)

યુવાને વધુ 52 હજાર રૂપિયાની માગણી કરી
ત્યાર બાદ રાજ વર્માએ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સવારે વડોદરાની દાંડિયા બજાર સ્થિત રાજધાની હોટલમાં સવારે પહોંચી જવા જણાવ્યું હતું, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હોટલના મેનેજરને જઈને તમે મારું નામ આપજો અને તેઓ તમને જે રૂમની ચાવી આપે ત્યાં રોકાજો, ત્યાર બાદ તેઓ સવારે 9:30 વાગ્યે રૂમ પર આવ્યા હતા અને બીજા 52 હજાર રૂપિયાની માગણી કરી હતી, તેમાંથી મેં રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતા.

જબરજસ્તીથી છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું
આ પૈસા આપ્યા બાદ તેમણે મોડેલિંગ માટે તમારા નગ્ન ફોટા પાડવા પડશે તેમ જણાવતા મેં તેનો વિરોધ કર્યો હતો, પરંતુ, અન્ય છોકરીઓના લગ્ન ફોટા તેમણે બતાવ્યા હતા, જેથી મેં પણ નગ્ન ફોટા પડાવ્યા હતા, ત્યાર બાદ તેમણે જબરજસ્તીથી મારા શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું અને બળાત્કાર અંગે કોઇને જાણ કરીશ નહીં અને મારા બાકી બીજા પૈસા એકાઉન્ટમાં જમા કરાવી દે છે તેમ કહી તેઓ નીકળી ગયા હતા. 29 ફેબ્રુઆરી-2020ના રોજ હું રાજધાની હોટલમાં રાત્રી રોકાણ કર્યાં બાદ બીજે દિવસે મારા પિતરાઈ ભાઈને ત્યાં ગઈ હતી અને ત્યાર બાદ દિલ્હી જવા નીકળી ગઈ હતી.

યુવતીના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયાની ખંડણી માગણી કરી(પ્રતિકાત્મક તસવીર)
યુવતીના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયાની ખંડણી માગણી કરી(પ્રતિકાત્મક તસવીર)

નગ્ન ફોટા વાઇરલ કરી દેવાની ધમકીઓ આપી
દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં અને અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી અને જો તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતા રહ્યા હતા.

યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ આપી હતી
આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ આપી હતી અને ત્યારબાદ તે ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં આકાંક્ષા વર્મા હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રણ એક જ વ્યક્તિ છે અને તેનું પુરૂનામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું છે. દિલ્હીની આ યુવતીની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે બહુ નામધારી અને બહુરૂપી રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...