તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:લોનને બહાને 5 મહિલાનાં ડોક્યુમેન્ટ મેળવી લઈ 5 ટુ વ્હીલર ખરીદી લીધાં

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોયલી ગામમાં કપડાં વેચતા ફેરિયા દ્વારા છેતરપિંડી
 • ગઠિયાએ અગાઉ પાંચ હજારની લોન માટે ઠગાઈ કરી હતી

શહેરના કોયલી ગામમાં કપડા વેચતા ફેરિયાએ લોકોને રૂ. 10 હજારની લોન અપાવવાના બહાને તેમના દસ્તાવેજો મેળવી તેના આધારે બારોબાર પાંચ ટુ વ્હીલર ખરીદી લઈ છેતરપીંડી કરી હતી. જે સંદર્ભે જવાહરનગર પોલીસે મુસીર નામના ઠગ ફેરિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કોયલી ગામમાં રહેતા સીતાબેન પરમારે જવાહરનગર પોલીસને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં ગામમાં સાડીઓની ફેરી લઈને આવતા મુસીર નામના વ્યક્તિએ તમારે લોન લેવી છે તેમ કહી સ્કીમ બતાવી હતી. જેમાં દસ મહિલાઓને લોન લેવા તૈયાર કરશો તો તમને અને બીજી મહિલાઓને વાહનના શો રૂમમાંથી રૂ. 10 હજારની લોન મળશે. બીજા દિવસે મુસીર ગામમાં આવ્યો હતો અને સીતાબેન અને પાડોશી ભાવનાબેન ચૌહાણ આજવા રોડ પર આવેલા ટુ વ્હીલરના શો રૂમ પર લઈ ગયો હતો.

ત્યાં હાજર એક વ્યક્તિએ સીતાબેનની લોનના કાગળિયા પર સહી કરાવી હતી. ત્યારબાદ મુસીર ભાવનાબેનને ખાતું ખોલાવવા માટે ખાનગી બેંકમાં ગયા હતાં. ખાતું ખોલાવ્યા બાદ આજવા રોડ શો રૂમ પર પહોંચેલા સીતાબેન અને ભાવનાબેનનો ટુ વ્હીલરની ચાવી સાથે ફોટો પડાવ્યો હતો અને મુસીરે કહ્યું હતું કે પાંચ દિવસમાં તમારા ખાતામાં નાણા જમા થઈ જશે, દર મહિને એક હજારનો હપ્તો બેંકમાં ભરવો પડશે.આ ઘટના બાદ સીતાબેનને જાણવા મળ્યું હતું કે મુસીર તેમના અને ફળીયામાં રહેતા ભાવનાબેન, જશોદાબેન વસાવા, રામપુરા ગામના રાયસિંગભાઈ ગોહિલ અને ગીતાબેન ટંટોળને પણ 10 હજારની લોન અપવવાનું કહી તેમના નામે વાહનો લોન પેટે મેળવી લીધા છે. બનાવ સંદેર્ભે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મુસીર નામના ઠગ સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો