તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Under The Pretext Of Going To Vadodara To Be Placed With His Father in law, The Rapist Committed Adultery With His Wife, Robbed The Woman And Sold Her Gold Jewelery.

દુષ્કર્મ:વડોદરામાં સાસરીમાં મૂકવા જવાના બહાને હૈદરાબાદ લઇ જઇને હવસખોરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ, મહિલાને લૂંટીને સોનાના દાગીના વેચી દીધા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવસખોર અને તેને મદદ કરનાર વ્યક્તિ સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

વડોદરાની પરિણીતાને સાસરીમાં મૂકવા જવાના બહાને બાઇક પર લઇ જઇને સુરત, મુંબઇ થઇને હૈદરાબાદ ખાતે એક રૂમમાં રાખીને અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ તેની પાસેના સોનાના દાગીના લૂંટી લેનાર હવસખોર અને તેને મદદ કરનાર વ્યક્તિ સામે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આઇસર ટેમ્પોમાં બેસાડીને હવસખોર પરિણીતાને હૈદરાબાદ લઇ ગયો
વડોદરાના સાવલી તાલુકાના ડેસર ભાથુજી ફળિયામાં રહેતો રોશનલાલ લાલજી માળી અને ગોત્રી રોડ 30, સારાભાઇ સોસાયટીમાં રહેતો સતીષ વિનોદ માળી પરિણીતાને સાસરીમાં મૂકી દેવાના બહાને બાઇક ઉપર બેસાડીને પોર પાસે લઈ ગયા હતા. પોર પાસે પરિણીતાને છોડી દીધા બાદ સતીશ માળી ત્યાંથી રવાના થઈ ગયો હતો. જ્યારે રોશન માળી તેને આઇસર ટેમ્પોમાં બેસાડી સુરત અને મુંબઇ થઇને હૈદરાબાદ ખાતે લઇ ગયો હતો.

પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રોશન માળીએ રાજદ્વારી ખાતે એક રૂમમાં લઇ જઈને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત રોશને સોનાની કડીઓ ધમકી આપીને લૂંટી લીધી હતી અને રાજદ્વારી ખાતે સોનાની કડીઓ વેચી દીધી હતી. હવસખોર રોશનનો ભોગ બનેલી પરણીતાએ ગત જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસ દરમિયાન બનેલી આ ઘટના અંગે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે રોશન લાલજીભાઈ માળી અને સતીશ વિનોદભાઈ માળી સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

સગીરા સાથે દુષ્કર્મ થયું
આ ઉપરાંત વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એક સગીર યુવતીનું અપહરણ કરીને પદમલા પાસે મહીસાગરના કોતરમાં લઇ જઇને સગીર યુવકે દુષ્કર્મના આચર્યુ હતું. છાણી પોલીસે સગીર યુવાન સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...