છેતરપિંડી:મલ્ટી નેશનલ કંપનીમાં નોકરીના બહાને ઠગોએ આધેડ પાસેથી રૂ.9 લાખ પડાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાઓએ શહેરના યુવાન પાસેથી રૂા.9.04 લાખ ઓનલાઈન ભરાવડાવી નોકરી ન આપતાં ફરિયાદ નોંધાઈ છે. ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા 48 વર્ષિય ધર્મેન્દ્રકુમાર ઠાકુરપ્રસાદ સિંઘ (આનંદ પ્લાઝા, હરણી રોડ)ની નોકરી ઓક્ટોબર મહિનામાં છૂટી ગઈ હતી. તેમણે 12 ફેબ્રુઆરી,2019ના રોજ રિસેન્ટ જોબ નામની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન 2 મોબાઈલ નંબર પરથી તેમને વેબસાઈટમાં કામ કરતા હોવાના નામે ફોન આવ્યો હતો અને અમદાવાદના અદાણી ગ્રૂપમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ પર નોકરી હોવાનું કહી રજિસ્ટ્રેશન, જોબ સિક્યુરિટી પેટે અલગ-અલગ તારીખોમાં ફરિયાદી પાસે જુદા જુદા બહાને રૂા.9.04 લાખ ભરાવડાવી નોકરી આપી ન હતી. ધર્મેન્દ્ર સિંઘે મોબાઈલ ધારક, ઈ-મેલ આઈડી તેમજ ઈન્ડસઇન્ડ બેંક ખાતાધારકના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...