તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાન હેઠળ શહેરની એક કંપનીએ ઓર્ગેનિક પાન-મસાલાનું ઉત્પાદન શરૂ કર્યું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાન-મસાલા, ગુટખા આરોગ્ય માટે હાનીકારક છે. પરંતુ, વડોદરાની એક કંપની દ્વારા કેન્દ્ર સરકારના આત્મનિર્ભર અભિયાન હેઠળ ઓર્ગેનિક પાન-મસાલાનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની દ્વારા ગુજરાતમાં 2000 જેટલા પાન-મસાલા પાર્લર અને 350 ડિલરશિપ આપવાનું આયોજન છે.

કંપનીએ પાચક આમળા અને નેચરલ સોફ્ટ ડ્રિંક્સ સહિત 108 પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીકાંત સીતાપરાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના ત્રણ માસના લોકડાઉનમાં ઘણુ બધુ શિખવા મળ્યું છે. જેમાં અમારી રૂતુરાજ ફ્રેગેન્સીસ ઓપીસી કંપનીએ ઓર્ગેનિક પાન-મસાલાનું ઉત્પાદન શરૂ કર્યું છે. અમારી કંપની દ્વારા ઓર્ગેનિક સ્વિટ સોપારી, ખારેક ટુકડા, રોયલ ખજૂર, કતરી, ટુટી-ફુટી, સોપારી, ગુલકંદ, પાચક આમળા, પાન સુગંધી, બેવરેજીસ, મીનરલ વોટર, નેચરલ સોફ્ટ ડ્રિંક્સ વિગેરે જેવી 108 પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અમારી કંપની દ્વારા કોવિડ-19ની મહામારીના સમયમાં સામાજિક કાર્ય કરવામાં આવ્યું છે. જરૂરીયાતમંદોને અમારી કંપની દ્વારા 15 ચિજવસ્તુઓની બનાવેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેનેટાઇઝ અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો