તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધન મુક્ત:‘ફ્રી ધ ટ્રી’ હેઠળ શહેરીજનોએ 5 મહિનામાં 1000 વૃક્ષોને પાંજરાના બંધનથી મુક્ત કર્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરીજનોએ 5 મહીનામાં ‘ફ્રી ધ ટ્રી’ અભિયાન હેઠળ 1000 વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કર્યા હતા જે પ્રસંગે શહેરના મેયર જીગીશાબેન શેઠે ઉપસ્થિત રહી કામગીરીને બિરદાવી હતી. - Divya Bhaskar
શહેરીજનોએ 5 મહીનામાં ‘ફ્રી ધ ટ્રી’ અભિયાન હેઠળ 1000 વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કર્યા હતા જે પ્રસંગે શહેરના મેયર જીગીશાબેન શેઠે ઉપસ્થિત રહી કામગીરીને બિરદાવી હતી.
 • નેચર ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનમાં શહેરીજનો જોડાયા

વડોદરા શહેરના મોટાભાગના નાગરિકો પર્યાવરણના સંરક્ષણનું મહત્વ સમજે છે અને વૃક્ષારોપણમાં સક્રિયપણે ભાગ લે છે અને તેને ઉછેરે પણ છે પરંતુ આ વૃક્ષ મોટું થઇ ગયા પછી તેના રક્ષણ માટે મુકેલુ પાંજરૂ ક્યારે તેના માટે ભક્ષક બની જાય છે તેનો ખ્યાલ વૃક્ષારોપણ કરનારાઓને રહેતો જ નથી. વૃક્ષ પોતાની વૃદ્ધિ માટે પાંજરાને પણ જકડી લે છે અને આમ તેનો સામાન્ય વિકાસ રૂંધાય જાય છે. વડોદરાના નેચર વોક ગ્રુપના પ્રણેતા અરૂણ મુઝુમદાર અને તેમની ટીમે ‘ફ્રી ધ ટ્રી અભિયાનની શરૂઆત કરી.

જેમાં બેન્ક ઓફ બરોડા દ્વારા બેટ્રીથી ચાલતા હેન્ડ ડ્રિલ મશીન આપ્યા હતા. નેચર વોક ગ્રુપના સભ્યો તેમજ શહેરના ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ 20 જુલાઇથી દર શનિવાર અને રવિવારે વૃક્ષને મુક્ત કરવાનો આનંદ મેળવ્યો હતો. મુક્ત કરાયેલા પાંજરા લોકલ વોલિયેન્ટરને આપી તેને ફરીથી શહેરમાં વૃક્ષારોપણ થયેલા છોડના રક્ષણ માટે ઉપયોગમાં લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો