તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો ભેદ ઉકેલાયો:વડોદરાના નાના ફોફળીયામાં પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, પોલીસે કાકા-ભત્રીજાની ધરપકડ કરી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે હત્યાના આરોપી મુકેશ વસાવા અને મીઠા વસાવાની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે હત્યાના આરોપી મુકેશ વસાવા અને મીઠા વસાવાની ધરપકડ કરી
  • 29 જાન્યુઆરીએ કરજણના ગંધારા ગામની સીમમાંથી પાણીપુરી વેચતા યુવાનની લાશ મળી હતી
  • 4 મહિના બાદ વડોદરા એલસીબીએ યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામની સીમમાં 4 મહિના પહેલા પાણીપુરીની લારી ચલાવતા યુવાનની હત્યા થઇ હતી. ડભોઇના નાના ફોફળીયા ગામના રહેતા વ્યક્તિને તેની પત્નીના પાણીપુરીવાળાના સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. જેના કારણે ભત્રીજાએ તેના કાકાની મદદ લઇને યુવાનની લાકડાના ફટકા મારીને હત્યા કરી હોવાનું ખુલ્યું છે. વડોદરા એલસીબીએ બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

29 જાન્યુઆરીએ પાણીપુરી વેચતા યુવાનની લાશ મળી હતી
કરજણ તાલુકાના કંડારી ગામમાં રહેતો અને મૂળ યુ.પી.નો વતની જ્ઞાનસિંઘ ધોકાલ પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. રાબેતા મુજબ તે પોતાની પાણીપુરીની લારી લઈને પાણીપુરી વેચવા માટે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી. પરંતુ. તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન 29 જાન્યુઆરી-2021ના રોજ સવારે ગંધારા ગામની સીમમાંથી હત્યા કરાયેલી એક લાશ પડી હોવાની માહિતી કરજણ પોલીસને થતાં પોલીસ દોડી ગઇ હતી. આ સાથે જ્ઞાનસિંગની શોધખોળ ચલાવી રહેલા પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશ જ્ઞાનસિંઘની હોવાનું અને તેની હત્યા થઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

29 જાન્યુઆરીએ કરજણના ગંધારા ગામની સીમમાંથી પાણીપુરી વેચતા યુવાનની લાશ મળી હતી
29 જાન્યુઆરીએ કરજણના ગંધારા ગામની સીમમાંથી પાણીપુરી વેચતા યુવાનની લાશ મળી હતી

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો
પોલીસે જ્ઞાનસિંઘની લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. તે સાથે પોલીસે જ્ઞાનસિઘની હત્યા કેવી રીતે થઈ, કોણે કરી છે, શા માટે હત્યા કરી છે. તે અંગે તપાસનો દોર શરૂ કર્યો છે. આ દરમિયાન એલસીબી પોલીસને જાણવા મળ્યું હતું કે, ડભોઇ તાલુકાના નાના ફોફળિયા ગામમાં જ્ઞાનસિંગ પાણીપુરી વેચવા માટે વારંવાર જતો હતો તેમજ આ ગામમાં રહેતા મુકેશ લાલજી વસાવાની પત્ની પર શંકાની નજરથી જોતો હતો જેનો વહેમ રાખી મુકેશ અને તેના પાડોશી કાકા મીઠા ચંદુભાઈ વસાવાએ ભેગા મળીને જ્ઞાનસિંગની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પાણીપુરીનો ધંધો કરતા જ્ઞાન સિંઘની હત્યા કરી હોવાની કબૂલાત કરી
પાણીપુરીનો ધંધો કરતા જ્ઞાન સિંઘની હત્યા કરી હોવાની કબૂલાત કરી

પાણીપુરીનો ધંધો કરતા યુવાનની હત્યા કરી હોવાની કબૂલાત કરી
વડોદરા જિલ્લા પોલીસે મુકેશ વસાવા અને મીઠા વસાવાની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જેમાં પાણીપુરીનો ધંધો કરતા જ્ઞાન સિંઘની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.બંનેએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, જ્ઞાનસિંગ પાણીપુરી વેચવા આવતો ત્યારે મુકેશના ઘેર જઈ પાણી પીતો હતો તેમજ વાડામાં જઈને હાથ પગ પણ સાફ કરતો હોવાથી ગામમાં પણ જ્ઞાનસિંગના મુકેશની પત્ની સાથે આડાસંબંધ હોવાની વાતો લોકો કરવા લાગ્યા હતા. જેથી મુકેશ અને મીઠાએ જ્ઞાનસિંગની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. 29 જાન્યુઆરીના રોજ જ્ઞાનસિંગ પાણીપુરી વેચીને ગંધારા ગામે જતો હતો ત્યારે તેની પાછળ પાછળ જઈને એકાંત જગ્યા મળતા મુકેશ અને તેના કાકા મીઠા વસાવાએ લાકડીના ઉપરાછાપરી ઘા મારી જ્ઞાનસિંગની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...