યુવતી બોયફ્રેન્ડ પાસે જતી રહી:ભણવાનું દબાણ સહન ન થતાં યુવતી બોયફ્રેન્ડ પાસે જતી રહી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાનાં પરીચયમાં આવ્યાં હતાં
  • ​​​​​​​પોલીસની ટીમે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જઇ યુવતીનો કબજો મેળવ્યો

ભણવા માટે પરિવારે દબાણ કરતાં પ્રેમી પાસે જમ્મુ-કાશ્મીર પહોંચેલી સગીરાને વડોદરા પોલીસે શોધી કાઢી હતી. પોલીસે આ બનાવ અંગે સોનું શર્મા નામના શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જે.પી. રોડ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સગીરાની માતા 22મીના રોજ સવારના 6 વાગ્યાના સુમારે દીકરીને ઉઠાડવા અંદરની રૂમમાં જઇ જોતાં દીકરી રૂમમાં જણાઇ ન હતી.

રોડ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં દીકરી રિક્ષામાં બેસી જતી હોવાનુ જણાયું હતું. દરમિયાનમાં ગુમ થયેલી દિકરીએ અજાણ્યા મોબાઇલ ફોન પરથી માતાના મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે, “મમ્મી હું જમ્મુ, ઉધમપુર ખાતે છોકરા સાથે સહી સલામત છું. મારી ચીંતા કરતા નહીં” તેમ વાત કરી ફોન કાપી નાખ્યો હતો.

પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ‘ સગીરા અને કાશ્મીરનો યુવક સોશીયલ મિડીયાના માધ્યમથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા.દરમિયાન અભ્યાસ માટે પરિવાર ખૂબ દબાણ કરતું હોવાથી સગીરા કાશ્મીર ખાતે બોયફ્રેન્ડ પાસે જતી રહી હતી.

ફોન લોકેશનના આધારે પોલીસ પહોંચી
ફરિયાદ નોંધાયા બાદ પોલીસની એક ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઇ હતી.જયાં પોલીસે સગીરા યુવકના ઘેરથી મળી આવી હતી.સગીરાને પોલીસ ટીમે સમજાવતાં તે વડોદરા પરત આવવા રવાના થઇ હતી. > અભય સોની, ડીસીપી ઝોન-2

અન્ય સમાચારો પણ છે...