તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વડુના સલીમ પાસેથી લાવીને ગાંજો વેચતો ઉમેશ પકડાયો

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના આજવા રોડ પર આવેલા લકુલેશ નગર-1માં રહેતા ઉમેશ પંજાબી નામના શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે, તેવી બાતમી એસઓજી પોલીસને મળતાં દરોડો પાડ્યો હતો. જેમાં ઉમેશ પંજાબી 1.870 કિલો ગાંજાના જથ્થા (કિંમત 18700) સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી ગાંજાના વેચાણ થકી મેળવેલા પૈસા અને 2 મોબાઇલ મળી 24,300નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ ગાંજાનો જથ્થો પાદરા વડુમાં રહેતા સલીમ સૈયદે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં જણાયું હતું કે, ઉમેશ પંજાબી છેલ્લા 7 મહિનાથી પાદરા તાલુકાના વડુ ગામમાં જઈને સલીમ સૈયદ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદતો હતો. ત્યારબાદ તે ઘરે આવી પડીકીઓ બનાવી છુટકમાં લોકોને વેચાણ કરતો હતો. બે દિવસ પહેલાં 2 કિલો ગાંજાનો જથ્થો સલીમ સૈયદ પાસેથી ખરીદી લાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો