ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:ઉમર ગૌતમે દોઢ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં 10થી વધુ મૂકબધિરનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની તસવીર - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની તસવીર
  • ધર્મ પરિવર્તન કરાયેલામાં બેથી ત્રણ મહિલાઓનો પણ સમાવેશ

શહેર પોલીસની એસઆઇટી દ્વારા ચાલી રહેલા ધર્મ પરિવર્તન અને ફંડિંગના મામલાની તપાસમાં નવો ખુલાસો થયો છે જેમાં ઉમર ગૌતમે છેલ્લા દોઢ વર્ષમાં યુપીમાં અંદાજે 10થી વધુ બહેરા મુંગા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પુછપરછમાં ઉમર ગૌતમે વટાણા વેર્યા હતા કે આ 10 લોકોમાં ત્રણ મહિલાઓ પણ છે. ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ રહી છે જેમાં ઉમર ગૌતમે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં તેણે યુપીમાં 10 જેટલા બહેરા મુંગા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું જેમાં બેથી ત્રણ મહિલાઓ છે.

તે દરેક જગ્યાએ પોતાના કાર્યક્રમો કરતો હતો અને જરુરીયાત મંદોને તમામ પ્રકારની મદદની લાલચ આપી મુસ્લીમ ધર્મ સર્વ શ્રેષ્ઠ છે તેમ કહીને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવતો હતો. આ કારણે તેણે યુપી અને તેની આસપાસના વિસ્તારોમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે ઉમર ગૌતમે યુપીમાં 1 હજારથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું અગાઇ યુપી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું જેથી પોલીસે ઉમર ગૌતમની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જેમાં વડોદરાના સલાઉદ્દીને તેને મોટા પ્રમાણમાં ફંડિંગ કર્યું હોવાનું જણાતા સલાઉદ્દીન અને અન્ય શખ્સોની ધરપકડ કરાઇ હતી.

પોતે તમામ ધર્મનાં પુસ્તકો વાંચ્યા બાદ મુસ્લિમ બન્યો
ઉમર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે તેણે ગીતા, કુરાન, બાઇબલ સહિત તમામ ધર્મના 5 હજાર જેટલા ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતા. તેના પરિવારમાં તે એક માત્ર ધાર્મિક વ્યક્તિ હતો અને તેના પિતા તો ધર્મમાં માનતા પણ ન હતા. કુરાન વાંચીને તે મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષાયો હતો.તેણે પોતાની મરજીથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યાર બાદ તેણે ધર્મપરિવર્તનનું કામ શરુ કર્યું હતું.તે પોતાના ભાષણોમાં મુસ્લિમ ધર્મ સર્વ શ્રેષ્ઠ હોવાનું જણાવી તેમાં થયેલા ફાયદાઓની જાણકારી આપી અન્ય લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ આપતો હતો. નવા ધર્મપરિવર્તન થયેલા લોકોની વાતો સાંભળી તે અન્ય લોકોને ધર્મ પરિવર્તન કરવાની પ્રેરણા પણ આપતો હતો.

ઉમર ગૌતમ ધર્મ પરિવર્તન કરાવતો હોવાની સલાઉદ્દીનને જાણ હતી
સલાઉદ્દીને પોલીસને જણાવ્યું હતું કે સલાઉદ્દીને ગુજરાતમાં ધર્માંતરણ કરાવ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો અને પોલીસને જણાવ્યું હતુંકે 2017માં ફેફડાવાળાના ઘેર નબીપુરમાં તે પહેલીવખત ઉમર ગૌતમને મળ્યો હતો અને ઉમર ગૌતમ દિલ્હીમાં આઇડીસી ચલાવે છે તેવી જાણકારી તેને હતી. ઉમર ગૌતમ ધર્મ પરિવર્તન કરાવતો હોવાની જાણકારી હોવા છતાં સલાઉદ્દીને તેને ફંડિંગ કર્યું હતું . ઉમર ગૌતમના કાર્યો માટે તેણે ફંડિંગ કર્યું હતું.

મુંબઇના સાયણમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સલાઉદ્દીન જાકીર નાઇકનાં ભાષણોથી પ્રભાવિત થયો હતો
સલાઉદ્દીને પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે 2006-2007માં જાકીર નાઇકના મુંબઇના સાયણમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તે ભાગ લેવા ગયો હતો ત્યારે જાકીર નાઇકને તેણે કાર્યક્રમમાં પહેલીવાર જોયો હતો અને તે આ કાર્યક્રમમાં હાજર રહીને જાકીર નાઇકનું ભાષણ સાંભળ્યું હતું. તે જાકીર નાઇકના વ્યક્તિત્વ અને ભાષણોથી આકર્ષાયો હતો અને ભારે પ્રભાવિત થયો હતો. જો કે તે રુબરુ કયારેય જાકીર નાઇકને મળ્યો ન હતો તેમ પોલીસને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,જાકીર નાઇક સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપો છે અને હાલ તે મલેશીયામાં છે અને પોલીસ તેનો કબજો મેળવવાના પ્રયાસો કરી રહી છે.ધર્મપરિવર્તનના રેકેડમાં અ્નેક ખુલાસા થયા બાદ સલાઉદ્દીનના જાકીર નાઇક સાથે સંપર્કો છે કે કેમ ? તે દિશામાં પણ પોલીસ દ્વારા ઉંડી તપાસ કરી રહી છે.

7 વર્ષ પહેલાં સફાયર હોટલના કાર્યક્રમમાં સ્પીચ આપી હતી
2014માં શહેરની સેફાયર હોટલમાં અબ્દુલ્લા ફેફડાવાળાના અલફલાહ ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફેફડાવાળા ઉપરાંત સલાઉદ્દીન, ઉમર ગૌતમ અને કાસીમ સિદ્દીકી સહિતના લોકો અને દોઢસોથી વધુ મુફ્તી અને મૌલાના હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લોકો સમક્ષ સલાઉદ્દીન, ઉમર, કાસીમ સિદ્દીકી અને ફેફડાવાળાએ સ્પીચ આપી હતી. ગુજરાતના કોમી તોફાનો બાદ મુસ્લિમો પર અત્ચાચાર ગુજારાયો હોવા બાબતે અને તમામ જરુરીયાત મંદોને મદદ કરવા માટે ની વાતો આ કાર્યક્રમમાં કરાઇ હતી. તોફાનોમાં થયેલા નુકશાન બાદ મદદ કરવા માટે અલફલાહ ટ્રસ્ટ બનાવ્યું હતું.

તમામ બોર્ડર પર જ કેમ મસ્જિદો બનાવાઇ?
પોલીસે જણાવ્યું હતું કે ઉમર ગૌતમ અને સલાઉદ્દીને સેવાકીય પ્રવૃત્તિના નામે કરોડોની રકમ મેળવી ભુજ બોર્ડર, નેપાળ બોર્ડર, માલદા બોર્ડર, આસામ, બિહાર અને બાડમેર બોર્ડર પર અનેક મસ્જિદોનું નિર્માણ કરાવ્યું હતું. જો કે તેમાં આ વિસ્તારોમાં નાણાંકીય મદદ પહોંચતી ના હોવાથી તેમણે ફંડીંગ કર્યું હોવાનો લૂલો બચાવ કર્યો હતો પણ બોર્ડર વિસ્તારમાં મસ્જિદો કેમ બનાવી અને તેનો હેતું શુ હતો તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. બંને જણાએ માંલેગાવ, માલદા, નેપાળ બોર્ડર અને આસામમાં 15 લાખથી વધુ રકમ મોકલી હોવાનું પણ તપાસમાં જણાયુ હતું. ખાસ કરીને રોહિંગ્યાઓ પર ખાસ તેમની નજર હતી અને તેમને તમામ મદદ પુરી પડાતી હતી.

અન્ય સમાચારો પણ છે...