તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંયો ચડાવી:પાલિકા કર્મીના પડતર 30 પ્રશ્ન ઉકેલવા અલ્ટિમેટમ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3જીએ 8 યુનિયનના અગ્રણીની બેઠક
  • 14 સપ્ટેમ્બર પછી હડતાળ પાડવાની ચીમકી

કોરોના કાળ પૂરો થવાના અણસાર મળતા જ પાલિકાના કર્મચારીઓની પડતર માગ માટે યુનિયનોએ લડાયક મૂડ બતાવવાનું નક્કી કર્યું છે. જેના માટે 3 સપ્ટેમ્બરે તમામ યુનિયનના આગેવાનો ભેગા થઈને 10 દિવસનું અલ્ટીમેટમ આપશે.

પાલિકાના 8 યુનિયનો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે લડત શરૂ કરવાનો નિર્ધાર કરાયો છે. વિવિધ યુનિયનો દ્વારા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે યાદી તૈયાર કરાઈ છે. 3 સપ્ટેમ્બરે પાલિકાની વડી કચેરીમાં બપોરે 3-30 વાગ્યે યુનિયનના આગેવાનો એકત્રિત થઈ સત્તાધીશોને રજૂઆત કરશે.

તમામ યુનિયન દ્વારા તમામ વર્ગનું સિનિયોરિટી લિસ્ટ પ્રસિદ્ધ કરવા, વયનિવૃત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ મળવાપાત્ર લાભો આપવા, આઉટસોર્સિંગ બંધ કરવું, કાયમી ભરતી કરવી, રોજમદાર સફાઇ કર્મચારીના 720 દિવસ થયા હોય તો કાયમી કરવા, કર્મચારીઓના પ્રશ્નો માટે રિવ્યુ કમિટી, કોવિડ 19 માં મૃત્યુ પામેલા કર્મચારીઓને મૃત્યુ સહાય સહિતના 30 મુદ્દાઓની રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...