તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિફિકેશન:આખરે જાહેરનામુ : 45થી ઓછી વયનાને રસી આપવાનું બંધ કરો

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે એક જ દિવસમાં 19,387 લોકોને રસી અપાઇ
 • ધારાધોરણ ન જળવાતા આરોગ્ય વિભાગનું નોટિફિકેશન

શહેરમાં રેકોર્ડબ્રેક કેસોની સામે રેકોર્ડબ્રેક રસીકરણ પણ નોંધાયું હતું. સોમવારે 19,387 લોકોને કોરોના સામેની રક્ષણાત્મક રસી અપાઇ હતી. જોકે રસીકરણમાં કોઇ ધારાધોરણ રખાતું ન હોવાનું સરકારના ધ્યાને આવતાં 45 વર્ષથી નીચેની વયની કોઇ પણ વ્યક્તિને રસી ન આપવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવતાં શહેરમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ ઉપરાંત માત્ર કોમોર્બિડિટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના લોકોને જ રસી અપાઇ હતી. સોમવારે 48 હેલ્થ કેર વર્કર્સ, 43 ફ્રન્ટ લાઇન વર્કર્સ, 60 વર્ષથી વધુ વયના 8851 અને 45થી 60 વર્ષની વચ્ચેના સૌથી વધુ 10,445 લોકોએ રસી અપાઇ હતી. હજી સુધી કુલ 2,58,886 લોકોએ કોરોના વેક્સિન લઇ લીધી છે. હજી સુધી કુલ 28 ટકા રસીકરણ પૂરું થયું છે.

કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં બળજબરીથી સમાવી લઇને વેક્સિનેશનના કેટલાક સેન્ટરો પર 45થી ઓછી વયના લોકોને પણ રસી અપાઇ રહી હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે. જેને લઇને તબક્કાવાર રીતે નક્કી કરાયેલા કાર્યક્રમની વ્યવસ્થા ખોરવાઇ જવાની શકયતા ઉભી થઇ છે. આખરે આ બાબતે તંત્ર દ્વારા ગાળિયો કસવામાં આવ્યો છે. આવી પ્રવૃતિ બંધ થાય તે માટે સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંતવિવિધ સંસ્થાઓના સહીયોગથી વેક્સિનેશનનો વ્યાપ વધારાઇ રહ્યો છે. જેમાં આયોજનના અભાવે શનિવારે રસીનો જથ્થો ખૂટી પડયો હતો. રવિવારે સાંજે 50 હજાર રસીનો જથ્થો મળતા આખરે સોમવારથી નિયત સેન્ટરો પર રસીકરણ રાબેતા મુજબ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો