હુમલો:જમવામાં ચિકન માગી SSGમાં વિદેશી મહિલા કેદીના ઉધામા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો પ્રયાસ કર્યો
  • ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાને કોવિડ ટેસ્ટ માટે લવાઈ હતી

એસએસજીના ટ્રોમા સેન્ટરના 3જા માળે કોવિડ વોર્ડમાં શનિવારે નાઇઝિરિયન મહિલા કેદીએ મહિલા કોન્સ્ટેબલો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલા એસિમ્પ્ટોમેટિક કોરોના દર્દી હતી. તે ભોજનમાં રોજ ચિકન-મટન માગતી હતી, જે ન મળતાં રોષે ભરાઈ હતી.આ મહિલા કેદીએ અગાઉ પણ કોન્સ્ટેબલને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. કદાવર શરીર ધરાવતી મહિલા કેદીએ દોડીને ધક્કો મારીને હુમલો કરવાનો પ્રયાસ કરતા 3 મહિલા કોન્સ્ટેબલો ડઘાઇ ગઇ હતી.

દરમિયાન સિક્યુરિટી જવાનોએ દોડી આવી મહિલા કેદીને અટકાવી દીધી હતી. સિક્યુરિટી જવાને જણાવ્યું કે, ‘સમયસર જાળી બંધ કરી દેતાં તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ મહિલા પીએસઆઇએ તેની સાથે અંગ્રેજીમાં વાતચીત કરતાં ગુસ્સો ઊતરી ગયો હતો અને બેડ પર જઇને બેસી ગઇ હતી.’ આ મહિલા કેદી ડ્રગ્સની હેરફેરમાં પકડાઇ હોવાનું જાણવા મળે છે. આ મહિલાને સારવાર માટે 20 દિવસથી અહીં લવાઈ છે અને તેનો કોરોના રિપોર્ટ જાહેર કરાયો નહોતો. આ ઘટના બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. તેનો ભાઇ જે પાંચમા માળે હતો તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં સાંજે બંનેને જેલમાં રવાના કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...