કાર્યવાહી:યુવક સાથે 2.77 લાખની ઠગાઇ કરનાર ઉદય લખનઉથી ઝડપાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કૌન બનેગા કરોડપતિમાંથી લોટરી લાગી હોવાનું જણાવી છેતર્યો
  • લખનઉ ગેંગના વોન્ટેડ આરોપીને પકડવા યુપી પોલીસની મદદ લેવાઇ

કૌન બનેગા કરોડપતિમાંથી લોટરી લાગી હોવાનું જણાવીને શેરડીના રસનું કોલુ ચલાવતા મજુર પાસેથી રૂા.2.77 લાખ પડાવનારા આઝમગઢ લખનઉ ગેંગના વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશની સ્પેશીયલ ટાસ્ક ફોર્સની મદદથી ક્રાઈમ બ્રાંચે લખનઉથી ઝડપી લીધો છે. સાયબર ક્રાઈમ બ્રાંચના એસીપી હાર્દીક માકડીયાના જણાવ્યા અનુસાર, વાઘોડિયા રોડ પર રહેતો નાજુક પુંડિલીક ઈંગલે શહેરમાં શેરડીના રસનો ચિચોડો ચલાવવાનું કામ કરે છે. મજુરને 1 એપ્રીલ 2022ના રોજ સોશીયલ મડીયા પર મેસેજ આવ્યો હતો.

જેમાં કૌન બનેગા કરોડપતિમાંથી તેને રૂા.25 લાખની લોટરી લાગી હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. અને અલગ અલગ બહાના કાઢી રૂા. 2.77 લાખ ઓનલાઈન પડાવ્યાં હતાં. સાયબર ક્રાઈમે આ અંગે ફરિયાદ નોંધીને અગાઉ બે આરોપી સંદીપકુમાર કંસલાલ તેમજ વિશાલ ભોલા પ્રસાદ વર્મા (બંને રહે-લખનૌઉ,યુપી)ને ઝડપી લીધા હતાં. આ સમયે આૅોપી ઉદય મોર્યા ના ઘરે તેમજ અન્ય ઠેકાણે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. સાયબર ક્રાઈમે લખનુ થી આરોપી ઉદય ઉર્ફે રાહુલ કુમાર શંકર મોર્ય ચંદ્રબલી (રહે-રામપુર,ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધો હતો.

આરોપીએ 8 મહિનામાં 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં
પોલીસ તપાસમાં ઉદય મોર્યાએ આશરે 8 મહિના પહેલા 50 બેંક એકાઉ્ટ ખોલાવી શ્રવણકુમાર યાદવને બેંક ખાતાની વિગત મોકલી હતી.તેમજ સંદિપકુમાર સાથે મળીને ખોટા આધારકાર્ડ તેમજ પાનકાર્ડ લેપટોપમાં સોફ્ટવેર થકી બનાવ્યાં હતાં. જે લેપટોપ તેમજ ખોટા દસ્તાવેજો અને ચેકબુક પોલીસે કબજે કર્યાં છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા પ્રવિણ ઉર્ફે મટરૂ તેમજ શ્રવણકુમાર યાદવે 1 હજાર બેંક એકાઉન્ટ વિવિધ બેંકમાં અલગ અલગ નામે ખોલાવ્યાં હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...