એ..એ.. મંદિર ગયું, જુઓ LIVE દૃશ્યો:સંખેડામાં ઉચ્છ નદીના કિનારે માત્ર 5 સેકન્ડમાં મંદિરનો ભાગ તૂટી પડ્યો, સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો વીડિયો

સંખેડા3 મહિનો પહેલા
  • અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ પાણીના વહેણમાં તૂટી પડ્યો હતો
  • મંદિર તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે અતિભારે વરસાદને પગલે તમામ નદી-નાળાં છલકાઈ ગયાં છે, ત્યારે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે. ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં દેખાય છે કે માત્ર 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.

હાઇવે તણાઈને બાજુમાં ખસી ગયો
બોડેલીના પાણેજ પાસે પણ તારાજીનાં દૃશ્યો જોવા મળ્યાં હતા. પાણેજ પાસે નેશનલ હાઇવે પર રોડ તણાઈને બીજી બાજુમાં ખસી ગયો હતો. નેશનલ હાઈવેનો ટુકડો તૂટીને બીજી દિશામાં આવતાં પાણીના પ્રવાહનો અંદાજ લગાવી શકાય છે.

અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ પાણીના વહેણમાં તૂટી પડ્યો હતો.
અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ પાણીના વહેણમાં તૂટી પડ્યો હતો.

નસવાડીનાં 12 ગામ સંપર્કવિહોણાં
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી. ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં. જોકે SDRFની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

સંખેડામાં ઉચ્છ નદી માત્ર 5 સેકન્ડમાં મંદિર તાણી ગઈ હતી.
સંખેડામાં ઉચ્છ નદી માત્ર 5 સેકન્ડમાં મંદિર તાણી ગઈ હતી.

ચાણોદમાં નર્મદા નદી બે કાંઠે, મલ્હારરાવ ઘાટનાં 28 પગથિયાં ડૂબ્યાં
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતાં તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી ખળખળ વહેતી થઈ છે. ઓરસંગ નદીના પાણીની આવકને કારણે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટનાં 28 જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયાં છે. છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર પંથક સહિત ઉપરવાસમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે.

સ્થાનિકોએ વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો.
સ્થાનિકોએ વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો.
મંદિર તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મંદિર તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો.
ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો.
મંદિરનો ધરાશાયી થયેલો ભાગ ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.
મંદિરનો ધરાશાયી થયેલો ભાગ ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.
બોડેલી પાસે નેશનલ હાઇવે પર રોડ તણાઈને બીજી બાજુમાં ખસી ગયો હતો.
બોડેલી પાસે નેશનલ હાઇવે પર રોડ તણાઈને બીજી બાજુમાં ખસી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...