તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:સવારે10 વાગે TYના મીડ સેમની પરીક્ષા, સાંજે 4:30 વાગે રિઝલ્ટ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોમર્સ ફેકલ્ટીએ પરિણામ આપવામાં ઇતિહાસ સર્જ્યો
 • પેપરોની રોજેરોજ ચકાસણી કરીને પરિણામ તૈયાર કરાયું

એમ.એસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીએ પરિણામ આપવા ઇતિહાસ સર્જ્યો છે. ટીવાય ની મીડ સેમિસ્ટર ની પરીક્ષા સવારે 10 વાગ્યે પૂરી થઈ અને સાંજે 4:30 વાગ્યે પરિણામ જાહેર કરી દેવાયું છે.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી પરિણામ માટે દોઢથી બે મહિના સુધી રાહ જોતા હોય છે વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ છાશવારે પરિણામો જાહેર કરવા માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે. કોરોના કાળ પહેલા ઓફલાઈન મોડથી લેવામા આવતી પરીક્ષાઓ સમયે દર વખતે પરિણામમાં ધાંધિયા થતા હતા. 2020 માં તમામ પ્રક્રિયા ઓનલાઇન મોડથી શરૂ થઇ છે.

પરીક્ષાઓ પણ ઓનલાઇન માધ્યમથી લેવામાં આવી રહી છે. ઓનલાઇન માધ્યમથી લેવામાં આવતી પરીક્ષાઓમાં પણ પરિણામ જાહેર કરવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો થતા રહ્યા છે. જોકે પ્રથમવાર કોમર્સ ફેકલ્ટી દ્વારા ઓનલાઇન માધ્યમથી લેવામાં આવેલી પરીક્ષા પૂરી થયાના ગણતરીના કલાકોમાં જ પરિણામ જાહેર કરી દીધું છે. 27મી એપ્રિલ થી શરૂ થયેલી ટીવાય બીકોમ ની મીડ સેમિસ્ટર પરીક્ષાઓ 4 મે ના રોજ પૂરી થતી હતી.

4 મે ના રોજ ટીવાય બીકોમ ની પરીક્ષાનું છેલ્લું પેપર સવારે 10 વાગ્યે પૂરું થયું હતું. સાંજે 4:30 વાગ્યે પરીક્ષા આપનાર 6300 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. પેપરોની રોજેરોજ ચકાસણી કરીને પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું હતુંું. એક સાથે 24 જેટલા પેપરોના પરિણામ જાહેર કરીને વેબસાઇટ પર અપલોડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો