કસોટી:22મીથી TYBSc-MScની પરીક્ષા ઓફલાઇન લેવાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સ ફેકલ્ટીના 1500 વિદ્યાર્થી જોડાશે
  • કોમર્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં પણ પરીક્ષા યોજાશે

મ.સ. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં એન્ડ સેમિસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવાશે. 22 નવેમ્બરથી ટીવાય બીએસસી અને એમએસસીના 1500 વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે કોમર્સ ફેકલ્ટીનું બિલ્ડિંગ પણ લેવાશે.

મ.સ.યુનિવર્સિટીમાં કોરોનાકાળ પછી સૌપ્રથમ સાયન્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવાશે. ઓફલાઇન મોડથી પરીક્ષા લેવા ફેકલ્ટી સત્તાધીશોએ તમામ તૈયારી કરી લીધી છે. 22મીથી ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનાર છે. જેમાં ટીવાય બીએસસીના 900 અને એમએસસીની 600 વિદ્યાર્થીઓ મળીને કુલ 1500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે સાયન્સ ફેકલ્ટીના બિલ્ડિંગો ઉપરાંત કોમર્સ ફેકલ્ટીનું બિલ્ડિંગ પણ લેવાશે. એમએસસીની પરીક્ષા સવારે અને બીએસસીના વિદ્યાર્થીઓની પરીક્ષા બપોરના સમયે લેવામાં આવશે. સાયન્સ ફેકલ્ટી પ્રથમ હશે જે ઓફલાઇન મોડથી એન્ડ સેમિસ્ટરની પરીક્ષા લેશે. ઉલ્લેખનીય છે કે, સાયન્સ ફેકલ્ટી દ્વારા ઇન્ટરનલ પરીક્ષાઓ પણ દિવાળી પહેલાં ઓફલાઇન મોડથી લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...