વિલંબ:31મીથી ટીવાય બીકોમની એન્ડ સેમિસ્ટર પરીક્ષા શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ પૂરું છતાં FYના મીડ સેમનાં ઠેકાણાં નથી
  • ઉત્તરાયણ પછી એસવાય,એમકોમની પરીક્ષા

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 31 ડિસેમ્બરથી ટીવાયની એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થશે. વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં પણ એફવાય બીકોમના મીડ સેમિસ્ટરની પરીક્ષાનાં ઠેકાણાં નથી. દિવાળી પછી બીજા સત્રમાં 31મી ડિસેમ્બરના રોજથી ટીવાય બીકોમની એન્ડ સેમિસ્ટર પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. તેવી જ રીતે એસવાય બીકોમ અને એમકોમની પરીક્ષા ઉત્તરાયણ પછી લેવામાં આવે તેવી શક્યતા સત્તાધીશોએ વ્યક્ત કરી છે.

બીજી તરફ પ્રથમ વર્ષનું સત્ર મોડું શરૂ થયું હોવા છતાં ફાસ્ટ ટ્રેક પર અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. હજુ સુધી પ્રથમ વર્ષની મીડ સેમિસ્ટરની પરીક્ષાઓ ઘોંચમાં પડી છે. ફેબ્રુઆરી મહિનામાં મીડ સેમિસ્ટરની પરીક્ષા યોજાઇ શકે છે. ત્યારબાદ માર્ચમાં એન્ડ સેમિસ્ટર યોજાય તેવી શક્યતા છે. જેથી એપ્રિલમાં બીજું સત્ર શરૂ થાય તો જૂન સુધી પ્રથમ વર્ષ ચાલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...